ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપના બાળકોએ તેમના હિંદુ ધર્મના લેસન દરમિયાન મકરસંક્રાંતિ / ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી હતી.

બાળકોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મકરસંક્રાંતિનો અર્થ, મહત્વ અને ભારતના વિવિધ ભાગોમાં તેની કેવી રીતે ઉજવણી કરવામાં આવે છે તેની વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી અને ક્વિઝ સાથે તે સમાપ્ત થઈ હતી.

બાળકોએ પોતપોતાની પતંગો બનાવી શાકાહારી ભોજન તથા પરંપરાગત ચીક્કી અને તલના લાડુનો આનંદ માણ્યો હતો. ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપને સમર્થન આપવા બદલ તમામ સ્વયંસેવકો અને માતાપિતાનો આભાર માનવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

17 + four =