(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડમાં ઘણા લાંબા સમયથી સિકવલ ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, અને દર્શકો તેને પસંદ કરી રહ્યા છે. સફળ થયેલી ‘વેલકમ’ ફિલ્મની પણ સિક્વલ બની હતી. હવે એવું કહેવાય છે કે, વેલકમ થ્રીની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવલની ત્રિપુટી ફરીથી જોવા મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વેલકમ થ્રીનું શૂટિંગ ઝડપથી હાથ ધરવામાં આવશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષે મધ્યમાં તેનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે. આ ત્રિપુટી ઉપરાંત ટોચના અન્ય કલાકારોને પણ કાસ્ટ કરવાની તૈયારી થઇ રહી છે. આ એક એકશન-કોમેડી ફિલ્મ બનશે. આ ફિલ્મનો પ્રથમ ભાગ વર્ષ 2007માં પ્રદર્શિત થયો હતો જેમાં આ ત્રિપુટીની સાથે અક્ષયકુમાર અને કેટરિના કૈફ પણ હતા. જ્યારે બીજાભાગમાં અક્ષયના સ્થાને જોન અબ્રાહમ અને કેટરિનાના સ્થાને શ્રુતિ હાસનને લેવામાં આવી હતી. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને નસીરૂદ્દીન શાહ પણ જોવા મળ્યા હતા, વર્ષ 2015માં રીલિઝ થઇ હતી.