પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષોના સાંસદોના એક જૂથે નવી H1-B વિઝા અરજીઓ પર $100,000 ફીનો ઉગ્ર વિરોધ કર્યો છે અને આવી જંગી ફી લાદવાની જગ્યાએ સંસદ મારફત હાલની સિસ્ટમ સુધારો કરવાની માગણી કરી છે..

એક્સિઓસના એક અહેવાલ મુજબ આ સાંસદોએ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિકને પત્ર લખીને જણાવ્યું છે કે હાલના H1-B કાર્યક્રમમાં સમસ્યાઓના ઉકેલ માટે તેમની સાથે વાટાઘાટો કરવી જોઇએ. સાથે મળીને આપણે એવા વિકલ્પોનું મૂલ્યાંકન કરવું જોઈએ જેમાં આઉટસોર્સિંગ કંપનીઓ પર પ્રતિબંધો, વેતન ઘટાડાનો સામનો કરવા માટે વિઝા પોર્ટેબિલિટી, પાત્રતા અને કૌશલ્ય વર્ગીકરણમાં સુધારો, અમલીકરણમાં સુધારો અને ફી માળખામાં ફેરફારનો સમાવેશ થાય છે.

કેલિફોર્નિયાના ડેમોક્રેટ સાંસદ સેમ લિકાર્ડોના નેતૃત્વ હેઠળ લખવામાં આ પત્રમાં રિપબ્લિકન સાંસદો જય ઓબરનોલ્ટે, મારિયા સાલાઝાર અને ડોન બેકોનના હસ્તાક્ષર છે.

LEAVE A REPLY