પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે ગુરુવારે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રે હાલમાં 19 દેશોના નાગરિકો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો છે.

હવે આવા દેશોની સંખ્યા વધારીને 30થી વધુ કરવાની યોજના બનાવી છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ કયા દેશો પર ટ્રાવેલ પાબંધી મૂકવી તેની હાલમાં ચકાસણી કરી રહ્યાં છે, પરંતુ દેશોની સંખ્યા 30થી વધુ હશે. 4 જૂને વ્હાઇટ હાઉસે આફ્રિકા, મધ્ય પૂર્વ અને કેરેબિયન દેશોના નાગરિકો પર પ્રતિબંધ મૂક્યો હતો.

વોશિંગ્ટન, ડીસીમાં તાજેતરમાં થયેલા ગોળીબારમાં નેશનલ ગાર્ડના એક સભ્યનું મોત થયું હતું અને બીજા એકને ઇજા પહોંચી હતી, આ શંકાસ્પદ વ્યક્તિ અગાઉના પુનર્વસન કાર્યક્રમ હેઠળ દાખલ કરાયેલ અફઘાન નાગરિક હતો.

LEAVE A REPLY