Trump announced to run for the 2024 presidential election
(Photo by Joe Raedle/Getty Images)

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બીજી ટર્મ માટે ચૂંટાયા પછી  મુસ્લિમ બહુમતી ધરાવતા  કેટલાંક દેશોના લોકો પરના વિવાદાસ્પદ પ્રવાસ પ્રતિબંધને ફરી લાગુ કરવાનું વચન આપ્યું હતું.

શનિવારે રિપબ્લિકન યહૂદી ગઠબંધનની વાર્ષિક સમિટમાં બોલતી વખતે 77 વર્ષીય ટ્રમ્પે કહ્યું: તમને મુસાફરી પ્રતિબંધ યાદ છે? પ્રથમ દિવસે જ, હું પ્રવાસ પ્રતિબંધ પુનઃસ્થાપિત કરીશ. આપણા દેશને ઉડાવી દેવાની વિચાર ધરાવતા લોકોને આપણે દેશમાં આવવા દેવા માગતા નથી, તેથી ટ્રાવેલ પ્રતિબંધ મૂકાયો હતો. તેમણે કહ્યું કે તેમની સરકાર દરમિયાન લાદવામાં આવેલ મુસાફરી પ્રતિબંધ એક અદભૂત સફળતા હતી.

2017માં ટ્રમ્પના પ્રમુખપદની શરૂઆતમાં, તેમણે ઈરાન, લિબિયા, સોમાલિયા, સીરિયા, યમન અને શરૂઆતમાં ઈરાક અને સુદાનના પ્રવાસીઓના પ્રવેશ પર વ્યાપક પ્રતિબંધો લાદ્યા હતા.વ્હાઈટ હાઉસે ટ્રમ્પના નિવેદનની નિંદા કરીને કહ્યુ છે કે, નફરત ફેલાવવાની જગ્યાએ અત્યારે નફરત સામે એક થવાની જરુર છે.રાષ્ટ્રપતિ બાઈડને સત્તા પર આવ્યા બાદ મુસ્લિમો પ્રતિ ધૃણાની ભાવના ફેલાવવા સામે અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

one × five =