FILE PHOTO: REUTERS/Shannon Stapleton/File Photo

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે 25 માર્ચનો દિવસ ખૂબ જ ખરાબ સાબિત થવાનો હતો, પરંતુ થયું તેનાથી વિપરીત. સોમવાર એક દિવસ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ જીવનભર એક સુખદ સિદ્ધિ તરીકે તેને યાદ રાખશે. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.

ન્યૂયોર્ક ફ્રોડ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પે 25 માર્ચ સુધીમાં લગભગ $454 મિલિયનના બોન્ડ ચૂકવવાના હતા. જો તેમણે આવું ન કર્યું હોત તો તેમની સંપત્તિ જપ્ત કરાઈ હોત, પરંતુ કોર્ટે તેમને આ મામલે મોટી રાહત આપી હતી. ટ્રમ્પે કોર્ટને આ રકમ પર તાત્કાલિક રોક લગાવવાની અપીલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી.

યોગાનયોગ કોર્ટમાંથી રાહત મળી રહી હતી ત્યારે જ તેમની સોશિયલ મીડિયા કંપની ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપે 29 મહિના લાંબી મર્જરની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આનો અર્થ એવો થાય છે કે માત્ર કાગળ પર રહેલા અબજો ડોલરના શેરો હવે સત્તાવાર રીતે ટ્રમ્પની માલિકીના બન્યાં છે. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજીએ શેલ કંપની ડિજિટલ વર્લ્ડ એક્વિઝિશન હસ્તગત કરી છે, જે DWAC તરીકે વધુ જાણીતી છે.

આની સાથે તેમની નેટવર્થમાં આશરે $4 બિલિયનનો વધારો થયો હતો. તેનો અર્થ એ છે કે પ્રથમ વખત, ટ્રમ્પ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં 6.5 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક 500 લોકોની યાદીમાં સામેલ થયા હતાં. આ કંપનીમાં ટ્રમ્પ લગભગ 80 મિલિયન શેર્સ અથવા લગભગ 58% હિસ્સાના માલિક છે, આ કંપની તેમની સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ સોશિયલનું સંચાલન કરે છે.

ટ્રમ્પ સાથે કંપનીના આ સોદા બાદ DWACના શેર આકાશને સ્પર્શવા લાગ્યા હતાં. માત્ર એક જ દિવસમાં કંપનીના શેરમાં 35 ટકાનો વધારો થયો હતો.

LEAVE A REPLY

6 + nineteen =