(PTI Photo/Arun Sharma)

કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પર હિમાચલપ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે અંગે કરેલી અપમાનજનક પોસ્ટથી મોટો વિવાદ થયો હતો. બોલિવૂડ અભિનેત્રી કંગનાનો ઓછા કપડા પહેરેલો ફોટો સોશિયલ મીડિયા પર મૂકીને સુપ્રિયાએ સવાલ કર્યો હતો કે ‘કયા ભાવ ચલ રહા હૈ, મંડી મે કોઇ બતાયેગા.’ જોકે વિવાદ થયા બાદ સુપ્રીયા શ્રીનેતે આ પોસ્ટ ડિલિટ કરીને દાવો કર્યો હતો કે બીજા કોઇ વ્યક્તિએ તે પોસ્ટ કરી હશે.

કંગના રનૌતે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેને ‘X’ પર લખ્યું-‘પ્રિય સુપ્રિયા જી, એક અભિનેત્રી તરીકેની મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષમાં મેં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. આપણે આપણી દીકરીઓને પૂર્વગ્રહોના બંધનમાંથી મુક્ત કરવી જોઈએ, આપણે તેમના શરીરના અંગો વિશે જિજ્ઞાસાથી ઉપર ઊઠવું જોઈએ.’

બીજેપી નેતા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે “કોંગ્રેસના સુપ્રિયા શ્રીનાતે એક ઇન્સ્ટા પોસ્ટમાં કંગના રનૌત પર અભદ્ર ટિપ્પણી કરી છે. તે એટલું ઘૃણાજનક છે કે કોઈ તેમનો બચાવ કરતું નથી. કોંગ્રેસ એક જગ્યાએ આટલી ગંદકી કેવી રીતે એકઠી કરે છે? જો કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે પાસે પક્ષમા કોઇ તાકાત હોય તો તેમણે તરત જ તેમને બરતરફ કરવા જોઈએ.

LEAVE A REPLY

four + thirteen =