ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ સી-પ્લેનમાં બેસીને કેવડિયાથી અમદાવાદ ખાતેના સાબરમતી રિવરફ્રન્ટ આવ્યા હતા. (PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં શુક્રવારે સવારે 11:55 વાગ્યે ભારતની પ્રથમ સી-પ્લેન સર્વિસનું ઉદઘાટન કર્યું હતું. વડાપ્રધાન આ સી-પ્લેનમાં બેસીને અમદાવાદ સાબરમતી રિવફ્રન્ટ પહોંચ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને ગૃહમંપ્રધાને મોદીનું સ્વાગત કર્યું હતું.

મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ લાદયો છે. એટલું જ નહીં મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગૂ કરાયો છે. ઉપરાંત વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા અઢી કલાકથી 4 બોટનું સાબરમતીમાં પેટ્રોલિંગ કરી રહી છે.