(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
રાજેશ ખન્ના-ડિમ્પલ કાપડિયાની પુત્રી અને અક્ષયકુમારની પત્ની ટ્વિન્કલ શિક્ષણ પ્રેમી છે. તેણે 50 વર્ષની ઉંમરે તાજેતરમાં લંડન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ટ્વિન્કલે ફિક્શન રાઈટિંગના માસ્ટર્સ પ્રોગ્રામમાં ડિગ્રી મેળવી છે.
ટ્વિન્કલે બે વર્ષ અગાઉ લંડનમાં અભ્યાસ કર્યો હતો. તે વખતે પણ અક્ષયકુમાર તેને લંડન મુકવા આવ્યો હોવાના ફોટો વાઇરલ થયા હતા. હવે તેનો અભ્યાસ પૂર્ણ થયા પછી ગ્રેજ્યુએશન સેરિમની યોજાઈ હતી. ટ્વિન્કલે આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.
અક્ષયકુમારે પત્નીની સફળતા પર ગર્વ અનુભવતાં લખ્યું હતું કે, તેણે બે વર્ષ પહેલા ફરીથી ભણવાની ઇચ્છા મારી પાસે વ્યક્ત કરી હતી ત્યારે મને આશ્ચર્ય થયું હતું. પરંતુ આજે મને અહેસાસ થયો છે કે, મેં એક સુપરવુમન સાથે લગ્ન કર્યા છે.
અક્ષયે વધુમાં લખ્યું છે કે, તેણે ઘર, કારકિર્દી અને પોતાના બાળકોની સાથેસાથે એક વિદ્યાર્થિની તરીકે પણ તેની કારકિર્દીને સારી રીતે સંભાળી છે. આજે મને પણ વિચાર આવે છે કે, મારે પણ થોડું ભણી લેવું જોઇતું હતું. ટ્વિન્કલની ફિલ્મી કારકિર્દી બહુ સારી ચાલી ન હતી. પરંતુ તે પછી તે લેખન ક્ષેત્ર તરફ વળી ગઈ છે. આજે તેની ગણના ભારતની એક જાણીતી લેખિકા, કોલમ રાઈટર અને બ્લોગર તરીકે થાય છે. તેનાં પુસ્તકો પણ વધારે વેચાય છે.

LEAVE A REPLY

fourteen − nine =