REUTERS/Francis Mascarenhas/File Photo

પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ભારતના  સરહદ વિવાદ વચગાળાના બજેટમાં ડિફેન્સ ખર્ચ 4.72 ટકા વધારીને રૂ.6.21 લાખ કરોડ કરવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષના બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે રૂ.5.25 લાખ કરોડની જોગવાઈ કરાઈ હતી.

વચગાળાના કેન્દ્રીય બજેટમાં, નાણાપ્રધાન નિર્મલા સીતારામને લશ્કરી ક્ષેત્રમાં “ડીપ-ટેક” ટેક્નોલોજી માટે મહત્વાકાંક્ષી યોજના લાવવાની યોજનાની પણ જાહેરાત કરી હતી. કુલ 1.72 લાખ કરોડ રૂપિયા આર્મીના મૂડી ખર્ચ (નવા શસ્ત્રોની ખરીદી) માટે અલગ રાખવામાં આવ્યા હતા જેમાં મોટાભાગે નવા શસ્ત્રો, એરક્રાફ્ટ, યુદ્ધ જહાજો અને અન્ય લશ્કરી હાર્ડવેરની ખરીદીનો સમાવેશ થાય છે.

2023-24 માટે, મૂડી ખર્ચ માટે અંદાજપત્રીય ફાળવણી રૂ.1.62 લાખ કરોડ હતી જ્યારે સુધારેલા અંદાજો અનુસાર આ રકમ રૂ. 1.57 લાખ કરોડ હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ટેક-સેવી યુવાનો/કંપનીઓને લાંબા ગાળાની લોન માટે ડીપ-ટેક માટે રૂપિયા એક લાખ કરોડનું ફંડ અને સ્ટાર્ટ-અપ્સને કર લાભ અંગેની જાહેરાત સંરક્ષણ ક્ષેત્રમાં ઇનોવેશનને વધુ વેગ આપશે.

સંરક્ષણ બજેટમાં 2024-25 માટે મૂડી ખર્ચની ફાળવણી 2022-23ના વાસ્તવિક ખર્ચ કરતાં 20.33 ટકા વધુ છે અને 2023-24ના સુધારેલા અંદાજ કરતાં 9.40 ટકા વધુ છે. વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યમાં આત્મનિર્ભરતા અને નિકાસને પ્રોત્સાહન આપવાના બે ઉદ્દેશ્ય સાથે, સંરક્ષણ બજેટ નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 6,21,540 કરોડને સ્પર્શ્યું છે, જે કુલ કેન્દ્રીય બજેટના આશરે 13.04 ટકા છે.

બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કુલ રૂ.6,500 કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ માટે રૂ.7,651 કરોડ ફાળવવામાં આવ્યા છે.DRDOને  રૂ.23,855 કરોડની  ફાળવણી કરાઈ છે. ઊંચી અંદાજપત્રીય ફાળવણીથી સશસ્ત્ર દળોને અત્યાધુનિક વિશિષ્ટ ટેકનોલોજી, ઘાતક શસ્ત્રો, ફાઇટર એરક્રાફ્ટ, જહાજો, પ્લેટફોર્મ, માનવરહિત હવાઈ વાહનો અને ડ્રોનથી સજ્જ કરવામાં મદદ મળશે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના ડેક-આધારિત ફાઇટર એરક્રાફ્ટ, સબમરીન, નેક્સ્ટ જનરેશન સર્વે વેસલ્સની ખરીદી કરશે.

LEAVE A REPLY

five − five =