નેપાળમાં મંગળવારે 4.6 અને 6.2ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપને પગલે ભારતની રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં 4.6નો પ્રથમ ભૂકંપ બપોરે 2.25 વાગ્યે અને 6.2નો બીજો ભૂકંપ 2.51 કલાકે આવ્યો હતો. જોકે હજુ સુધી કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યાં ન હતા.

નેપાળમાં ભૂકંપને પગલે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)ના અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશના લખનૌ, હાપુડ અને અમરોહામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ મળ્યાં હતા. નેપાળમાં ઉપરાછાપરી ધરતીકંપને પગલે ઉત્તરાખંડના ભાગોમાં પણ આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં ધ્રુજારીના આંચકા અનુભવાતાની સાથે જ લોકો પોતાના ઘરમાં બહાર દોડી આવ્યાં હતા.

LEAVE A REPLY

13 − nine =