PTI

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને બે ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિકો અશોક ગાડગીલ અને સુબ્રા સુરેશને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે તેમના યોગદાન માટે દેશના સર્વોચ્ચ વૈજ્ઞાનિક પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. બાઇડને વિશ્વભરના સમુદાયોને જીવન ટકાવી રાખવાના સંસાધનો પૂરા પાડવા બદલ મંગળવારે યુસી બર્કલે ખાતે સિવિલ અને એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગના પ્રતિષ્ઠિત પ્રોફેસર ઇમિરિટસ ગાડગીલને ટેક્નોલોજી અને ઇનોવેશન માટેનો પ્રતિષ્ઠિત વ્હાઇટ હાઉસ નેશનલ મેડલ અર્પણ કર્યો હતો.

બ્રાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ એન્જિનિયરિંગમાં પ્રોફેસર એવા સુરેશને એન્જિનિયરિંગ, ભૌતિક વિજ્ઞાન અને જીવન વિજ્ઞાનમાં અગ્રેસર સંશોધન માટે અને ખાસ કરીને ભૌતિક વિજ્ઞાનના અભ્યાસને આગળ વધારવા અને અન્ય વિદ્યાશાખાઓમાં તેનો ઉપયોગ કરવા બદલ વિજ્ઞાનનો રાષ્ટ્રીય ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

ગાડગીલે વિકાસશીલ વિશ્વની કેટલીક સૌથી અટપટી સમસ્યાઓ માટે ઓછા ખર્ચે ઉકેલો વિકસાવ્યા છે, જેમાં પીવાના પાણીની સલામત તકનીકો, ઉર્જા-કાર્યક્ષમ સ્ટવ્સ અને કાર્યક્ષમ ઇલેક્ટ્રિક લાઇટિંગનો સમાવેશ થાય છે. નેશનલ મેડલ ઓફ સાયન્સ રાષ્ટ્રનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન છે. જેની સ્થાપના યુએસ કોંગ્રેસ દ્વારા 1959માં કરવામાં આવી હતી.

LEAVE A REPLY

nineteen + 17 =