ઇંગ્લેન્ડ સામે માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં 23 જુલાઈથી ચાલુ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ પહેલાં નીતિશ કુમાર રેડ્ડી આખી સીરિઝમાંથી તો અર્શદીપ સિંહ ઇજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયા હતાં. તેનાથી BCCIએ ટીમમાં ફેરફાર કરવો પડ્યો હતો.
BCCIના નિવેદન મુજબ નીતિશ કુમાર રેડ્ડી આખી સીરિઝમાંથી અને અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ઓલ રાઉન્ડર રેડ્ડીને ઘૂંટણમાં ઈજા પહોંચી છે જ્યારે બીજી તરફ અર્શદીપ સિંહનો હાથ પ્રેક્ટિસ સ્ટેશન દરમિયાન બોલ પકડતા ફાટી ગયો હતો. હવે અંશુલ કંબોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રિષભ પંત અને આકાશદીપ પણ ઈજાગ્રસ્ત હોવાથી શુભમન ગિલ અને ગૌતમ ગંભીરનું ટેન્શન વધી ગયું છે. નિતીશ સ્વદેશ પરત ફરશે.
ચોથી ટેસ્ટમાં અર્શદીપ સિંહના ડેબ્યૂના ચાન્સ ખૂબ વધારે હતાં. વાસ્તવમાં આકાશદીપ પીઠના દુ:ખાવાનો સામનો કરી રહ્યો છે. બીજી તરફ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પણ વર્કલોડને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવે તેવી શક્યતા હતી, પરંતુ હવે અર્શદીપ બહાર જ થઈ ગયો છે તો ચોથી ટેસ્ટમાં સિરાજ અને બુમરાહનું રમવાનું નક્કી છે.
