મહિલાઓ અને બાળકો સહિત સાત ભારતીય ઇમિગ્રન્ટ્સને બે કારની ડેકીમાં છુપાવી યુકેમાં ગેરકાયદે પ્રવેશ કરાવવા બદલ લંડનવાસી બે બ્રિટિશ ઇન્ડિયન શખ્સોને કુલ છ વર્ષની જેલ સજા થઇ છે. કેન્ટરબરી ક્રાઉન કોર્ટે આ ગુનામાં 48 વર્ષીય પલવિન્દર સિંઘ ફૂલને સાડા ત્રણ વર્ષ અને 45 વર્ષીય હરજિત સિંઘ ધાલીવાલને ત્રણ વર્ષ અને બે મહિનાની જેલની સજા ફટકારી છે.

ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ક્રિમિનલ અને ફાયનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન ક્રિસ ફોસ્ટરે જણાવ્યું હતું કે, આ સજાથી લોકોમાં એ સ્પષ્ટ સંદેશ જશે કે જે અમારા કાયદા અને સરહદોનું ઉલ્લંઘન કરે છે અને તેમને યુકેમાં માનવ તસ્કરીના પ્રયાસમાં કોઈપણને ન્યાય અપાવવા માટે અટકાવીશું નહીં.

હું મારી ટીમને આ પ્રકારની ગુનાખોરીને રોકવા બદલ અભિનંદન આપું છું. અમે આ પ્રકારના ગુનાઓને અટકાવવા માટે દેશની વિવિધ એજન્સીઓ સાથે મળીને સતત કાર્ય કરીશું.

હોમ ઓફિસના જણાવ્યા પ્રમાણે જુલાઇ-2018માં ડોવરમાં યુકેની સરહદ પાસે પલવિન્દર સિંઘને રોકવામાં આવ્યો હતો. તેની કારની ડેકીમાંથી ત્રણ ભારતીય નાગરિકો મળી આવ્યા હતાં, જે અફઘાની શિખ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેની ધરપકડના ચાર દિવસ પછી એ જ સરહદે ધાલીવાલની કારને અટકાવવામાં આવી હતી, તેમાં પણ ચાર ભારતીયો છુપાયેલા હતા. યુકેની હોમ ઓફિસ ક્રિમિનલ એન્ડ ફાયનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન્સ (CFI) યુનિટ દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ શંકાસ્પદ લોકો મોબાઇલ ફોનના રેકોર્ડ દ્વારા જોડાયેલા હોવાનું જણાયું હતું.

LEAVE A REPLY

5 − one =