ભારતમાંથી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૮.૦૯ બિલિયન ડોલરની કિંમતના ૧૭,૩૫,૨૮૬ મેટ્રિક ટન સીફૂડની નિકાસ કરવામાં આવી છે. જે જથ્થા અને મૂલ્યની દ્રષ્ટિએ અત્યાર સુધીની સૌથી ઊંચી નિકાસ છે. મુખ્ય નિકાસ ફ્રોઝન ઝીંગા અને મુખ્ય આયાતકારો અમેરિકા, ચીન, દક્ષિણ પૂર્વ એશિયા, જાપાન અને મધ્ય પૂર્વ તેમજ યુરોપિયન યુનિયન રહ્યા છે. MPEDA ઓફિસ વેરાવળની માહિતી અનુસાર નાણાંકિય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન વેરાવળમાંથી સી ફૂડનો ૪૮૦ મિલિયન ડોલરના મૂલ્યનો ૧૯૩૬૧૧ મેટ્રિકટન જથ્થો એક્સપોર્ટ કરવામાં આવ્યો છે.

મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA)ના અધ્યક્ષ ડી વી સ્વામીએ જણાવ્યું હતું કે ભારત તેના યુએસએ જેવી મુખ્ય નિકાસ બજારોમાં અનેક પડકારો હોવા છતાં, ૧૭૩૫૨૮૬ MT સીફૂડના જથ્થા સાથે ૮.0૯ બિલિયન ડોલરની સર્વકાલીન ઉચ્ચ નિકાસ કરવામાં સફળ રહ્યું છે.

ફ્રોઝન ઝીંગાની નિકાસથી ૫૪૮૧.૬૩ મિલિયન ડોલરની કમાણી કરી હતી. ઝીંગાએ સીફૂડની નિકાસની બાસ્કેટમાં સૌથી નોંધપાત્ર વસ્તુ તરીકે સ્થાન જાળવી રાખ્યું હતું. જે જથ્થામાં ૪૦.૯૮ ટકા અને કુલ ડોલરની કમાણીનો ૬૭.૭૨ ટકા હિસ્સો ધરાવે છે. આ સમયગાળા દરમિયાન ઝીંગા નિકાસમાં રૂપિયાના મૂલ્યમાં ૧.૦૧ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ફ્રોઝન ઝીંગાની એકંદર નિકાસ ૭૧૧૦૯૯ MT હતી. ફ્રોઝન ઝીંગા (૨૭૫૬૬૨MT)નું સૌથી મોટું બજાર અમેરિકા છે. ત્યારબાદ ચીન (1,45,743 MT), યુરોપિયન યુનિયન (૯૫,૩૭૭MT), દક્ષિણ પૂર્વ એશિયા (૬૫,૪૬૬MT), જાપાન (૪૦,૯૭૫ MT) અને મધ્ય પૂર્વ (૩૧,૬૪૭ MT)નો ક્રમ છે.

LEAVE A REPLY

eleven − 3 =