કેનેડા
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કેનેડાના મેનિટોબા પ્રાંતમાં એક ભારતીય વિદ્યાર્થી પાઇલટનું હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ભારતીય પાયલોટની ઓળખ શ્રીહરિ સુકેશ તરીકે થઈ હતી. તેનું સિંગલ-એન્જિન વિમાન હવામાં જ એક કેનેડિયન યુવાન દ્વારા પાયલોટ કરાયેલા બીજા સિંગલ એન્જિન વિમાન સાથે અથડાયું હતું. બંને પાઇલટ્સને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયા હતાં. વિમાનમાં કોઈ મુસાફરો સવાર નહોતાં.

બુધવારે ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે તે તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે શોકગ્રસ્ત પરિવાર, પાઇલટ તાલીમ શાળા અને સ્થાનિક પોલીસના સંપર્કમાં છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી)ના એક સમાચાર અહેવાલમાં જણાવાયું હતું કે વિનીપેગથી આશરે ૫૦ કિલોમીટર દક્ષિણપૂર્વમાં સ્ટેઈનબેક નજીક મંગળવારે સવારે હવામાં ક્રેશ થયા બાદ બંને વિદ્યાર્થી પાઇલટ્સના મૃતદેહ તેમના સિંગલ-એન્જિન વિમાનોના કાટમાળમાંથી મળી આવ્યા હતાં.

ફ્લાઇંગ સ્કૂલ હાર્વ્સ એરના પ્રમુખ એડમ પેનરને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે ટેકઓફ અને લેન્ડિંગનો અભ્યાસ કરતી વખતે લેન્ડિંગ સ્ટ્રીપ પાસે આ અકસ્માત થયો હતો.

LEAVE A REPLY