(Photo by Chip Somodevilla/Getty Images)

યુકેની એક કોર્ટે ગુરુવારે ડોનાલ્ડ ટ્રમ્પનો ભૂતપૂર્વ જાસૂસ સામેનો દાવો ફગાવ્યો હતો. આ જાસૂસે ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટના રશિયા સાથેના સંબંધોના આરોપોનો ઉલ્લેખ કરતું એક અપમાનજક ડોઝિયર તૈયાર કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિસ્ટોફર સ્ટીલની કંપની ઓર્બિસ બિઝનેસ ઇન્ટેલિજન્સ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી હતી, પરંતુ હાઇકોર્ટનાં ન્યાયમૂર્તિ કેરેન સ્ટેઇને જણાવ્યું હતું કે, ટ્રમ્પનો દાવો આગળ ચલાલવા માટે “કોઈ યોગ્ય કારણો જણાતા” નથી. ન્યાયમૂર્તિએ તેમનાં ચુકાદામાં નોંધ્યું હતું કે, ડેટાની સુરક્ષાનો દાવો “નિષ્ફળતા સાથે સંકળાયેલો” હતો.

આ જ રીતે ન્યાયમૂર્તિએ ડોનાલ્ડ ટ્રમ્પનો વળતર માટેનો દાવો પણ ફગાવતા જણાવ્યું હતું કે, તેમણે ડોઝિયર જાહેર થયું ત્યારથી યુકેની કોર્ટોમાં “પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે પ્રયાસ કર્યા વગર તેમાં ઘણા વર્ષો પસાર કરવાનું પસંદ કર્યું હતું.” ટ્રમ્પે જાન્યુઆરી 2017માં સત્તા સંભાળી તે અગાઉ જ જાહેર થયેલા આ કથિત સ્ટીલ ડોઝિયરના કારણે રાજકીય આગ ભભૂકી હતી. આ ડોઝિયરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયા અંગે તપાસ કર્યા વગરની અને વિવાદાસ્પદ માહિતી હતી જે ભૂતપૂર્વ રીપબ્લિકન નેતાએ વારંવાર ફગાવી હતી. તેમાં સેક્સ્યુઅલ ગેરવર્તનના આરોપોનો પણ સમાવેશ થાય છે.

તેમાં એવા દાવાઓનો સમાવેશ હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન સીક્યુરિટી સર્વિસ- એફએસબી દ્વારા “સમાધાન” કરાવવામાં આવ્યું હતું અને રશિયન સરકાર પાસે 2013માં ટ્રમ્પની મોસ્કોની મુલાકાત દરમિયાન તેમની વેશ્યાઓ સાથેની વીડિયો ટેપ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઓર્બિસે તેમની અંગત માહિતી ગેરકાયદે જાહેર કરી હતી, અને તેમણે “પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન” બદલ અનિશ્ચિત વળતરની માગ કરી હતી. જોકે, કંપનીએ દલીલ કરી હતી કે તે ડોઝિયરના પ્રકાશન માટે તેમની કોઇ જવાબદારી નથી.

2016માં પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હિલેરી ક્લિન્ટન સામેની જીત અગાઉ તૈયાર કરાયેલું આ ડોઝિયર ડેમોક્રેટિક પાર્ટીના સલાહકારોએ જાહેર કર્યું હતું. ટ્રમ્પે આ રીપોર્ટને ધ્યાને લઇને અમેરિકામાં હિલેરી ક્લિન્ટન, ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ અને સ્ટીલ સામે 2022માં કેસ કર્યો હતો. 59 વર્ષના સ્ટીલ યુકેની MI6 તરીકે જાણીતી સીક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસમાં રશિયન ડેસ્કનું સંચાલન કરતા હતા.

LEAVE A REPLY

four × one =