
આગામી દાયકામાં સંરક્ષણના પરિવર્તન માટેના સરકારના પ્લાન ફોર ચેન્જના ભાગ રૂપે યુકેમાં વ્યૂહાત્મક સંરક્ષણ સમીક્ષાની ભલામણો હેઠળ 9,000 નોકરીઓનું સર્જન કરવામાં આવશે. યુકેને દેશ અને વિદેશમાં વધુ સુરક્ષિત બનાવવા માટે યુકે પોતાના સાર્વભૌમ યુદ્ધ કાર્યક્રમમાં £15 બિલિયનનું રોકાણ કરશે.
સરકારે જાહેરાત કરી હતી કે પરમાણુ સંચાલિત સામાન્ય હેતુવાળી એટેક સબમરીનના કાફલાને 12 સુધી વધારવામાં આવશે.
વડા પ્રધાન કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’અમે આપણા સશસ્ત્ર દળોને વધુ ખતરનાક વિશ્વમાં વધુ અને ઝડપી પ્રહાર કરવાની ક્ષમતા આપીશું. તેમણે સ્કોટલેન્ડના રોસિથ, ફાઇફમાં ડોકયાર્ડ ખાતે દેશના નવીન ક્લાસ ફ્રિગેટ્સ બનાવતા રોયલ નેવીના નાવિકો, ઇજનેરો અને વેલ્ડરો સાથે મુલાકાત કરી હતી જે 1,400 નોકરીઓને ટેકો આપે છે.
બ્રિટન ડ્રોન ઉત્પાદનમાં £3 બિલિયનનું રોકાણ કરશે
બ્રિટનના સશસ્ત્ર દળોની ઘાતક યુદ્ધ ક્ષમતાઓને સુધારવા માટે સ્વાયત્ત અને ક્રુ વગરના ડ્રોનમાં £2 બિલિયનના રોકાણ દ્વારા યુકેમાં ડ્રોન ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે. બ્રિટિશ લેસર ડાયરેક્ટેડ એનર્જી વેપન ડ્રેગનફાયર અને બ્રિટિશ ડ્રોન ઉત્પાદનમાં નવીનતા લાવવા માટે એક નવા ડ્રોન સેન્ટરના વિકાસ માટે વધુ £1 બિલિયન સમર્પિત કરવામાં આવશે. આ પગલાના કારણે વધુ રોજગારીનું સર્જન થશે.
રેનોલ્ડ્સ G7 બિઝનેસ મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપશે
બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ પેરિસમાં G7 બિઝનેસ મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપશે ત્યારે યુકે આંતરરાષ્ટ્રીય વેપાર પરની વાટાઘાટોના કેન્દ્રમાં હશે. યુકે દ્વારા ભારત, યુએસ અને ઇયુ સાથે ત્રણ અઠવાડિયામાં ત્રણ વેપાર સોદાઓ કરાયા છે જે અર્થતંત્રને વિકસાવવામાં અને પરિવર્તન યોજના દ્વારા બ્રિટિશ નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે.
