Not a single Indian company is included in the world's most punctual airlines

યુકેની હાઈકોર્ટના એક વરિષ્ઠ જજે નાની બોટોમાં ઇંગ્લીશ ચેનલને ક્રોસ કરીને યુકેમાં આવેલા 20 જેટલા એસાયલમ સિકરને લઇને સ્પેન જતી હોમ ઑફિસની ફ્લાઇટ ગુરુવારે સવારે 7.45 વાગ્યે યુકેથી રવાના થાય તેના કલાકો પહેલા રોકી હતી. હવે વકીલો દલીલ કરે છે કે દેશનિકાલ કરવામાં આવે તો 20 જેટલા એસાયલમ સિકરના જૂથને સ્પેનમાં નિરાધાર છોડી દેવામાં આવશે.

ન્યાયાધીશ સર ડંકન ઔસ્લીએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. તેમને લાગ્યું હતું કે જો એસાયલમ સિકર્સને તેઓ સ્પેનથી યુકે આવ્યા હોવાથી સ્પેન પાછા ધકેલવામાં આવશે તો તેઓને મેડ્રિડની શેરીઓમાં નિરાધાર રાખવામાં આવી શકે છે. આ મહિનાની શરૂઆતમાં અન્ય જૂથ સાથે પણ આવું જ થયું હતું.

માનવામાં આવે છે હાઇકોર્ટની કાર્યવાહીથી બીજી વખત હોમ ઑફિસની ચાર્ટર ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી છે.

ડબલિન III તરીકે ઓળખાતા નિયમો હેઠળ, જો ફિંગરપ્રિન્ટ્સ અથવા અન્ય પુરાવા હોય તો એક યુરોપિયન દેશ સાયલમ સિકર્સને તેમના દ્વારા પસાર કરવામાં આવેલા બીજા દેશમાં પરત કરી શકે છે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનું કામ પૂર્ણ થાય એટલે કે વર્ષના અંત પહેલા 1,000 નાની બોટોમાં આવેલા એસાયલમ સિકર્સને દૂર કરવાનો વચન આપ્યું હતું. બુધવારનો હાઇકોર્ટનો નિર્ણય તેમની યોજના માટે એક આંચકો હશે.

આ અંગેનો પડકાર લાવનાર પાંચ એસાયલમ સિકરના સલાહકાર ક્રિસ બટલરે કોર્ટને જણાવ્યું હતું કે જો તેમને હાંકી કઢાશે તો તેઓ અનિશ્ચિત સમય સુધી શેરીઓમાં બેઘર થવાનું” જોખમ હતું. નિષ્ણાંત તબીબી અને મનોવૈજ્ઞાનિક અહેવાલો અનુસાર આ પાંચ જણા વિવિધ રીતે ત્રાસ અને પીટીએસડીનો ભોગ બને છે અને જાતે જ ગંભીર ઇજા કરે તેવું જોખમ છે. એકને યમનમાં ગોળી વાગી હતી અને તેના પેટના ભાગ કાઢી નાંખ્યા હતા.

પ્રીતિ પટેલે ચુકાદા અંગે જણાવ્યું હતું કે, “કોર્ટના ચુકાદાથી અમે સખત નિરાશ થયા છીએ. અમને એવા લોકોને પાછા ફરતા અટકાવવામાં આવ્યા છે, જેમની પાસે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. આ કેસથી અમારો સંકલ્પ ઓછો થયો નથી, અને આવતા અઠવાડિયાઓમાં વધુ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.”