બેન્ક ઑફ ઇંગ્લેન્ડ (Photo-by-Peter-MacdiarmidGetty-Images.jpg)

બેન્ક ઑફ ઇંગ્લેન્ડ આવતા વર્ષે વ્યાજ દર ઘટાડીને શૂન્યથી નીચે કરી શકે છે અને બેન્ક અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આવનારા અવરોધોને દૂર કરવાની રીતોની તપાસી રહી છે. લેણાંના નીચા ખર્ચ સાથે સેન્ટ્રલ બેંક અર્થતંત્રને ટેકો આપવાની તૈયારીઓ કરી રહી છે.

મોનેટરી પોલીસી કમીટી(MPC)એ જણાવ્યું હતુ કે તે હાલના 0.1% ના બેઝ રેટથી પણ ઘટાડો કરીને વ્યાજના દર નેગેટીવ કરવાના અવરોધોને દૂર કરવા માગે છે. તાજેતરમાં જ, સેન્ટ્રલ બેંકની નવ મજબૂત સભ્યોની બનેલી વ્યાજના દર નિર્ધારીત કરતી સમિતિએ નેગેટીવ ઇન્ટરેસ્ટ રેટની ધારણાને નકારી કાઢી દલીલ કરી હતી કે તો પછી ઘણી બેંકો માટે મોર્ગેજ આપવાનું ખર્ચાળ બનશે અને તેઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાશે.

એમપીસીએ તેના સપ્ટેમ્બરના અહેવાલમાં જણાવ્યું હતું કે, બેંક ઘણાં વર્ષોથી વૈશ્વિક વ્યાજ દરમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને, ટેકનીકલ અવરોધોને કેવી રીતે કાબુમાં લેશે અને વ્યાજ દરને વધુ ઓછા કરવાની ચર્ચા કરી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે “નકારાત્મક બેંક દરને અસરકારક રીતે કેવી રીતે લાગુ કરી શકાય છે તે અંગેની બેન્ક ઑફ ઇંગ્લેંડની યોજના અંગે MPC ને માહિતગાર કરવામાં આવી છે.

જો કે, આ વર્ષે વ્યાજ દર શૂન્યથી નીચી થવાની સંભાવના ઓછી છે. કોરોનાવાયરસ લૉકડાઉનથી અર્થવ્યવસ્થા પર અસર થશે અને હજી પણ બેકારીમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે.