(તસવીર સોજન્ય: ટ્રાન્સદેવ યુકે)

નવેમ્બરમાં પ્રથમ પ્રયાસે બસ ડ્રાઇવરના લાયસન્સની પરીક્ષા પાસ કરનાર બ્રેડફોર્ડના 18 વર્ષનો ક્રેઇશ સાયમ્સ યુકેનો સૌથી યુવાન બસ ડ્રાઈવર બન્યો છે અને પ્રાદેશિક ઓપરેટર ટ્રાન્સડેવ સાથે તેની ડ્રીમ જોબ શરૂ કરી છે.

ક્રેઇશ સાયમ્સે વેસ્ટ યોર્કશાયરના ઓટલીના રસ્તાઓ પર બસ ચલાવવા માટે સ્ટોર ક્લાર્ક તરીકેની કારકિર્દી છોડી દીધી હતી અને “ત્યારથી પાછળ ફરીને જોયું નથી”. દરરોજ રસ્તાઓ પર લોકોને સુરક્ષિત રાખવાની જવાબદારી હોવા છતાં, ક્રેઇશ કહે છે કે “હું હંમેશાં આ જોબ કરવા માંગતો હતો અને નોકરીની દરેક મિનિટને પ્રેમ કરૂ છું. મારો દરેક દિવસ અલગ હોય છે, અને તેનો શ્રેષ્ઠ ભાગ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ મારી બસમાં આવે ત્યારે સ્મિત સાથે કે વાત કરીને તેનો દિવસ પસાર કરે છે. હું દરેક મિનિટનો આનંદ માણું છું.”

તેણે લગભગ બે વર્ષ સુધી ડિસ્કાઉન્ટ સ્ટોરમાં કામ કર્યું હતું. ક્રેઇશ તેના ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર બેરી ડીનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે “બેરી એક તેજસ્વી ઇન્સ્ટ્રક્ટર છે અને આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચવામાં મને મદદ કરી છે. હું ઘણો વહેલો લાયક બની ગયો હોત, પરંતુ DVSA દ્વારા મારા લાઇસન્સ અને ટેસ્ટની તારીખ સેટ કરવા માટે અમારે સામાન્ય કરતાં ત્રણ ગણી વધુ રાહ જોવી પડી હતી.”