યુક્રેન પર રશિયાના હુમલા ત્રીજા દિવસે ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીને લઈ એર ઈન્ડિયાનું વિમાન શનિવારે 8 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું છે REUTERS/Francis Mascarenhas

યુક્રેનમાં ફલાયેલા ભારતના 219 વિદ્યાર્થીઓને શનિવારે રોમાનિયા રૂટથી સ્પેશ્યલ ફ્લાઇટ મારફત શનિવારે મુંબઈ લાવવામાં આવ્યા હતા. આ વિમાને શનિવારે બપોરે રોમાનિયાથી ઉડાન ભરી હતી. યુક્રેન પર રશિયાના હુમલા ત્રીજા દિવસે ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીને લઈ એર ઈન્ડિયાનું વિમાન શનિવારે 8 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું છે. યુક્રેનથી ભારત આવનારા મુસાફરો માટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક સ્પેશિયલ કોરિડર બનાવવામાં આવ્યો હતો. ભારતના આશરે 16,000 વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસ કરે છે. ભારત સરકારે તેના નાગરિકોન પરત લાવવા માટે ઓપરેશન ગંગા નામનું અભિયાન ચાલુ કર્યું છે.

ભારતીય નાગરિકોને આવકારવા માટે કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ સંકટની શરૂઆત બાદ અમારો મુખ્ય હેતુ યુક્રેનમાં ફસાયેલા પ્રત્યેક ભારતીયોને પરત લાવવાનો હતો. અહીં 219 વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા છે. જલદી જ અન્ય વિદ્યાર્થીઓ પણ દિલ્હી પહોંચશે. આ મિશન સફળ બનાવવા તેમણે એર ઈન્ડિયાના કર્મચારીઓની પ્રશંસા કરી. યુક્રેનથી વતન પરત ફરેલા મેડિકલના એક વિદ્યાર્થીએ કહ્યું કે મને ભારત સરકાર પર ભરોસો હતો કે તેઓ અમને ચોક્કસ વતન પરત લાવશે. હવે યુક્રેનથી ભારત આવીને અમે ખૂબ ખુશ છીએ.