યૂક્રેનમાં એક મિલિટરી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 22 લોકોના મૃત્યુ થયા છે. 28 લોકોને લઈને જઈ રહેલું વાયુસેનાનું એક વિમાન શુક્રવારે સાંજે ક્રેશ થયું હતું. આ ઘટનામાં 6 લોકો લાપતા જણાયા છે, તેમ યુક્રેનના પ્રધાને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિમાનમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. આ સાથે સાત ક્રૂ મેમ્બર્સ પણ હતા. ઘટનાનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.