18 જાન્યુઆરી 2025ના રોજ માઘ મેળા દરમિયાન એક કાર્યક્રમમાં ભાજપના નેતા ઉમા ભારતીનો ફાઇલ ફોટો. ઉમા ભારતીએ રવિવારે માહિતી આપી હતી કે તેમની કોરોના થયો છે. (Sanjay Kanojia/AFP via Getty Images)

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતીને કોરાના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ઉમા ભારત હરિદ્વાર નજીક વંદે માતરમ્ કૂંજ ખાતે ક્વોરેન્ટાઇન થયા છે.

ટ્વીટમાં ઉમા ભારતીએ લખ્યું છે કે, તેમણે પ્રશાસનની ટીમને જાણ કરીને બોલાવ્યા હતા અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતા. ‘હું તમારી જાણકારીમાં આ વાત રજુ કરી રહી છું કે આજે મારી હિમાયલની યાત્રાની સમાપ્તિના છેલ્લા દિવસે પ્રશાસનને આગ્રહ કરીને કોરોના ટેસ્ટ માટે ટીમને બોલાવી હતી, કારણ કે મને ત્રણ દિવસથી હળવો તાવ હતો.