(Photo by STR/AFP via Getty Images)

ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના અમદાવાદ ખાતે સોલા કેમ્પસમાં 74000 ચોરસ વાર જમીનમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર સહિત ધર્મ, શૈક્ષણિક, આરોગ્ય સંકુલના 1500 કરોડના પ્રોજેક્ટનું ભૂમિ પૂજન આગામી 13 ડિસેમ્બર 2021ના રોજ મોટા ઉત્સવ સાથે ઉજવણી કરવાનું વિશાળ આયોજન હાથ ધરાયું છે. અમદાવાદ સોલા ઉમિયા કેમ્પસ ખાતે ગયા સપ્તાહે મળેલી કડવા પાટીદાર સમાજના આગેવાનોની ઉમિયા ધામ સંસ્થાન ઊંઝાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જેમાં રૂ. 1500 કરોડના ઉમિયા ધામ સોલાના વિકાસ કાર્યોના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ સોલા ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાને ખરીદ કરેલ 74000 ચોરસ મીટર જમીનમાં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ, ભોજનાલય, હોસ્ટેજ, બેન્ક વેટ, પાર્ટી પ્લોટ, પાર્કિંગ સહિત વિવિધ જુદા જુદા વિભાગોનું નિર્માણ કાર્ય હાથ ધરવાનું આયોજન માટે વિશેષ ચર્ચા-વિમર્સ બાદ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન આગામી 13 ડિસેમ્બર 2021ના રોજ યોજવા માટે નક્કી કરવામાં આવેલા છે.

આ પ્રસંગે યોજાનાર મહા ઉત્સવમાં ધાર્મિક સંતો, મહંતો, રાજવીઓ મહેમાનો, દાતાઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવા ઠરાવવામાં આવેલ છે. સમગ્ર સંકુલમાં 1400 બાળકો અભ્યાસ કરી શકે તેવી હોસ્ટેલ ભોજનાલય સહિત તમામ સગવડ સાથે ઉભી કરવામાં આવનાર હોવાનું હોદ્દેદારોએ જણાવેલ છે.