સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ના પ્રતિબંધોની ઉપયોગિતા અને અસરકારકતાના મુદ્દે સોમવારે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં અમેરિકા અને તેની સાથી દેશો તથા રશિયા અને ચીન બાખડ્યા હતા. યુએને હાલમાં નોર્થ કોરિયાથી લઇને યેમેન તથા કોંગોથી લઇને અલ કાયદા અને બીજા ઘણા ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકેલા છે.
સિક્યોરિટી કાઉન્સિલની આ બેઠકના વડા તરીકે રશિયાએ પ્રતિબંધોથી માનવતાવાદી સહાય અટકી જતી હોવાના અને નુકસાનકારક પરિણામો આવતા હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો. રશિયાએ અમેરિકા, યુરોપિયન યુનિયન અને બીજા દેશો દ્વારા લાદવામાં આવતા એકપક્ષીય પ્રતિબંધોની આકરી ટીકા કરી હતી.
યુએન પોલિકલ ચીફ રોસમેરી ડીકાર્લોએ જણાવ્યું હતું કે યુએનના પ્રતિબંધ હવે બુઠ્ઠું હથિયાર રહ્યાં નથી. 1990ના દાયકા પછી તેમાં ઘણા સુધારા થયા છે. તેનાથી નાગરિકો અને ત્રીજો દેશોને થતી પ્રતિકૂળ અસરોમાં ઘટાડો થયો છે. સિક્યોરિટી કાઉન્સિલે મોટાભાગના પ્રતિબંધોમાં માનવતાવાદી સહાયને માફીની જોગવાઈ કરી છે.
રશિયાના ડેપ્યુટી યુએન એમ્બેસેડર ડિમિટ્રી પોલીયન્કીએ જણાવ્યું હતું કે ઘણા પ્રતિબંધથી આર્થિક વિકાસ અને રાષ્ટ્ર ઘડતરની યોજનામાં દખલ થાય છે. સિક્યોરિટી કાઉન્સિલે પ્રતિબંધ હેઠળના દેશોની સરકારો શું વિચારે છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. પ્રતિબંધો ઉઠાવી લેવાના માપદંડોને પણ વધુ વાસ્તવિક બનાવવાની જરૂર છે, જેથી તે મિશન ઇમ્પોસિબલ ન બની જાય.
જોકે અમેરિકાના એમ્બેસેડર લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે પ્રતિબંધો મજબૂત હશિયાર છે, તેનાથી ત્રાસવાદીઓ દ્વારા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ મારફત ફંડ મેળવવાનું મુશ્કેલ બને છે.પ્રતિબંધોથી નોર્થ કોરિયાની અણુ અને બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામને અંકુશમાં રાખી શકાયો છે. આ મુદ્દે બ્રિટનને અમેરિકાને સાથે આપ્યો હતો, જ્યારે ચીને રશિયાને સાથ આપ્યો હતો. રશિયાના એમ્બેસેડર ઝાંગ જૂને પણ એકપક્ષીય પ્રતિબંધોને નુકસાનકાર ગણાવ્યા હતા


regards