(Photo by Oli Scarff/Getty Images)

ઑફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR)એ તા. 15ના રોજ આગાહી કરી હતી કે સરકારની જોબ રીટેન્શન (ફર્લો) યોજના સમાપ્ત થયા પછી લગભગ 15 ટકા જેટલો ફર્લો કામદારો તેમની નોકરી ગુમાવશે. OBR ધારે છે કે 1.8 મિલિયન પહેલેથી જ તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે અને હાલનો બેરોજગારી દર 9 ટકા છે, જ્યારે સત્તાવાર આંકડો 3.9 ટકા છે. બેન્ક ઑફ ઇંગ્લેન્ડે પણ અંધકારમય આગાહીને સમર્થન આપ્યું હતું કે બેનીફીટ મેળવનારા લોકોની કતારોમાં 1.3 મિલિયન લોકોનો ઉમેરો થશે.

OBRએ કહ્યું છે કે કોરોનાવાયરસ સંકટથી ઋણના વારસા સાથેની બજેટ ખાધને ઠીક કરવા માટે ઉંચા વેરા અથવા ખર્ચમાં ઘટાડો કરવા સાથે £60 બિલીયનની જરૂર પડશે. ચેન્સેલર ઋષિ સુનકે કોવિડ-19ની અસરોને પહોંચી વળવા £188.7 બિલીયનનો ખર્ચ કરવાની યોજના જાહેર કર્યાના દિવસો પછી આ ચેતવણીઓ આપવામાં આવી છે.

સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જીડીપીને તેના પૂર્વ વાયરસ સ્તરને પાછુ મેળવવા માટે 2022ના અંત સુધીનો સમય લાગશે. કારણ કે બેરોજગારી 10 ટકાની ટોચ પર છે. આ વર્ષે દેવુ £370 બિલીયન થશે.  જીડીપીનું સ્તર કાયમી ધોરણે અપેક્ષા કરતા 3 ટકા ઓછું છે અને ગુમાવેલ સ્થિતી પર પાછા ફરવામાં ચાર વર્ષ લાગશે. છેલ્લા 300 વર્ષમાં વાર્ષિક જીડીપીમાં સૌથી મોટો ઘટાડો થશે. આ વર્ષે જીડીપીમાં વધુમાં વધુ 10.6 ટકાનો, મધ્યમ સ્તરે 12.4 ટકાનો અને ખરાબ સ્થિતીમાં 14.3 ટકાનો ઘટાડો થશે.

આજ રીતે નોકરીમાં સારી હાલતમાં દસ ટકાનો, મધ્યમ સ્થિતીમાં 12 ટકા અને ખરાબ હાલતમાં 13 ટકાનો ઘટાડો થયો હતો. ઓબીઆરને અપેક્ષા છે કે યુકેના નવ મિલિયન ફર્લો સ્ટાફમાંથી 15 ટકા એટલે કે લગભગ 1.3 મિલિયન નોકરી ગુમાવશે. મંદીના કારણે “આ વર્ષે ઉધારીનો દર જીડીપીના 13 થી 21 ટકાની વચ્ચે રહેશે.