A picture taken on July 19, 2020, shows a screen broadcasting the launch of the "Hope" Mars probe at the Mohammed Bin Rashid Space Centre in Dubai. - The probe is one of three racing to the Red Planet, with Chinese and US rockets also taking advantage of the Earth and Mars being unusually close: a mere hop of 55 million kilometres (34 million miles). "Hope" -- Al-Amal in Arabic -- is expected to start orbiting Mars by February 2021, marking the 50th anniversary of the unification of the UAE. (Photo by Giuseppe CACACE / AFP) (Photo by GIUSEPPE CACACE/AFP via Getty Images)

સાઉદી અરબ અમીરાતનું પ્રથમ માર્સ મિશન હોપ પ્રોબ સોમવારે જાપાનના તનેગાશિયામાં સ્પેશ સેન્ટર પરથી લોન્ચ થયું છે. સંયુક્ત રાષ્ટ્રએ યુએઈના મિશનની પ્રશંસા કરતા જણાવ્યું છે કે યુએઈનું માર્સ મિશન સમગ્ર વિશ્વ માટે યોગદાન છે. મિશનની લાઈવ ફીડ પણ બતાવવામાં આવી હતી.

યાન પર અરબી ભાષામાં ‘અલ અમલ’ લખેલું હતું. લોન્ચ બાદ રોકેટ નિર્માતા મિત્સુબુશી હેવી ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું કે, અમે એચ-આઈઆઈએ લોન્ચ વ્હીકલ નંબર – 42ને લોન્ચ કર્યું છે. અમીરાતનો પ્રોજેક્ટ મંગળ પર જનાર ત્રણ પ્રોજેક્ટમાંથી એક છે.

તેમાં ચીનનો તોઈવાન-1 અને અમેરિકાનો માર્સ 2020 પણ સામેલ છે. તેઓ આ તકનો લાભ ઉઠાવી રહ્યા છે જ્યારે પૃથ્વી અને મંગળની વચ્ચે અંતર સૌથી ઓછો હોય છે.

હોપ વર્ષ 2021ના ફેબ્રુઆરી માસમાં મંગળની કક્ષા પર પહોંચે તેવી શક્યતા છે. ફેબ્રુઆરીમાં અમીરાતની 50મી વર્ષગાંઠ પણ હશે. ત્યારબાદ યાન મંગળ વર્ષ એકલે કે 687 દિવસો સુધી તેની કક્ષામાં ચક્કર લગાવશે.