(ANI Photo)

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપવાની મંગળવારે જાહેરાત કરી હતી.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હું વિનંતી કરું છે કે વધુને વધુ મહિલાઓએ રાજનીતિમાં જોડાવું જોઈએ. તેમણે 40 ટકા મહિલાઓને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. સ્વતંત્ર ભારતમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ પણ પાર્ટીએ મહિલાઓ માટે આટલી મોટી જાહેરાત કરી છે.

અમે દરેક વિધાનસભા માટે અરજીઓ માંગી છે. આગામી મહિનાની 15મી સુધી ખુલ્લી રહેશે. જે કોઈ પણ ચૂંટણી લડવા ઈચ્છે છે તેઓ અરજી કરે. અમે તેમને રાજકારણમાં તક આપીશું. વધુને વધુ મહિલાઓ આગળ આવે છે.’
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘મારા હાથમાં હોત તો હું 50 ટકા મહિલાઓને ટિકિટ આપત. હું યુપીની પ્રભારી છું, તેથી મેં અત્યારે યુપી માટે નિર્ણય લીધો છે. સેન્ટર સ્ટેજ પાછળથી વિચારવામાં આવશે. રાજકીય પક્ષો વિચારે છે કે મહિલાઓ બે હજાર રૂપિયા અને સિલિન્ડર આપીને ખુશ થશે પરંતુ રાજકારણમાં પરિવર્તન આ રીતે નહીં આવે.’

પ્રિયંકા ગાંધી સતત ભાજપ સરકાર પર નિશાન સાધી રહી છે. સોમવારે ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં કોર્ટ પરિસરમાં વકીલની કથિત હત્યાને લઈને પ્રિયંકાએ યોગી સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. અગાઉ તે લખીમપુર ખીરીની ઘટનાને લઈને સતત કેન્દ્ર અને યુપી સરકાર પર પ્રહાર ચાલુ છે.