(istockphoto)

કોરોના વાઇરસથી 500,000ના મોત થયો હોય તેવા યુરોપ વિશ્વનો પ્રથમ રિજન બન્યો હતો, એમ મંગળવારની રોઇટર્સ ટેલીમાં જણાવાયું હતું. બ્રિટનમાં ઉદભવેલો નવા પ્રકારનો કોરોના વાઇરસ પણ યુરોપની ચિંતામાં વધારો કરી રહ્યો છે. વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસના કેસની સંખ્યા 77.52 મિલિયન થઈ છે અને 1.71 મિલિયન લોકોના મોત થયો છે.

નવા પ્રકારના વાયરસથી યુરોપમાં પ્રિ-ક્રિસમસ લોકડાઉનની જરૂરી ઊભી થઈ છે. તેનાથી વિશ્વના સંખ્યાબંધ દેશોએ આ સપ્તાહે બ્રિટનના પ્રવાસીઓ માટે તેમના દ્વાર બંધ કર્યા હતા. યુરોપમાં સૌથી વધુ મોત ઇટલીમાં થયો છે. રવિવારે ઇટલીમાં નવા પ્રકારના કોરોના વાઇરસનો એક દર્દી મળ્યો હતો. ડેનમાર્ક અને ફ્રાન્સમાં પણ નવા પ્રકારનો કોરોના વાઇરસ પ્રવેશી ચુક્યો છે.

આ વાઇરસને અટકાવવા માટે યુરોપના દેશો વિવિધ પગલાંની વિચારણા કરી રહ્યા છે. રોઇટર્સ ટેલીમાં જણાવ્યા અનુસાર વિશ્વમાં અત્યાર સુધી થયેલા મોતમાં યુરોપનું પ્રમાણ આશરે 30 ટકા છે. તાજેતરના મહિનામાં યુરોપમાં મૃત્યુઆંકમાં મોટો વધારો થયો છે. ફ્રાન્સમાં ફેબ્રુઆરીમાં કોરોનાથી પ્રથમ મોત થયા બાદ આઠ મહિનામાં યુરોપમાં મૃત્યુઆંક વધીને 25,000 થયો હતો. મૃત્યુઆંકને 250,000થી વધીને 5,00,000 થવામાં માત્ર 60 ટકા દિવસ લાગ્યાં હતા. ફ્રાન્સ, સ્પેન, ઇટલી અને બ્રિટનમાં યુરોપના કુલ મોતમાંથી આશરે 60 ટકા મોત નોંધાયા છે.