પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સેન્ટ્રલ ફ્રાન્સના સેઇન્ટ-જસ્ટમાં એક વ્યક્તિએ ગોળી મારીને બુધવારે ત્રણ પોલીસ જવાનની હત્યા કરી હતી. પોલીસ ઘરેલુ હિંસાના કોલ બાદ એક મકાનમાં જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. હુમલો કરનારા વ્યકિત પર એક કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સ્થાનિક પોલીસને ઘરેલું હિંસાની ફરિયાદ મળ્યા બાદ પોલીસકર્મી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસકર્મીએ જ્યારે મહિલાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા ત્યારે 48 વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી. જેમાં ત્રણ પોલીસકર્મીના ઘટના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે ચોથો પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ શરૂ કરી હતી. સ્થાનિક મીડિયા અનુસાર મહિલા છત પર સંતાઇ ગઇ હતી અને ઘરની અંદર આગ લાગી હતી. પોલીસે જ્યારે મહિલાને બચાવવા માટે ઘરમાં પ્રવેસી ત્યારે 48 વર્ષીય વ્યક્તીએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.