પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુએસ સેન્ટ્રર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીએસ)ના રવિવારના ડેટા મુજબ દેશમાં કોરોના વાઇરસના નવા 184,591 કેસ નોંધાયા હતા. અમેરિકામાં એક દિવસમાં 1,476 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 255,076 થયો છે. દેશમાં કોરોનાના વાઇરસના કુલ કેસ 12,028,081 થયા છે. અમેરિકામાં છેલ્લા બે સપ્તાહમાં દૈનિક 1,00,000થી વધુ કેસ નોંધાયા હતા. મેક્સિકોમાં પણ કોરોનાથી મૃત્યુઆંક 1,00,000ને પાર થયો હતો અને એક લાખથી વધુ મોત થયા હોય તેવો વિશ્વનો ચોથો દેશ બન્યો હતો.