Getty Images)

અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતી પ્લાઝમા થેરપીને અટકાવી દેવા આદેશ કર્યો છે. FDAનો દાવો છે કે પ્લાઝમા થેરપીનો જે ડેટા અત્યારસુધી એકત્ર કરાયો છે, તેમાં જણાય છે કે આ થેરપી ખાસ અસરકારક નથી.

અમેરિકાના આ નિર્ણયથી ભારત જેવા પ્લાઝમા થેરપી પર જોર આપી રહેલા દેશ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.કોઈપણ થેરપીની અસરકારકતા ક્લિનિકલ રિસર્ચ દ્વારા પ્રસ્થાપિત થાય છે. જો કે અત્યારસુધી પ્લાઝમા થેરપી અંગેના આવા કોઈ પુરાવા પ્રાપ્ત થયા નથી.ભારતમાં તો ઘણા રાજ્યો ના માત્ર પ્લાઝમા થેરપીને પ્રોત્સાહન આપી રહ્યા છે, પરંતુ પ્લાઝમા બેંક પણ સ્થાપી રહ્યા છે.

મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યમાં ડોક્ટર્સ કોરોનાના મધ્યમ કક્ષાના લક્ષણો ધરાવતા દર્દીઓને પ્લાઝમા થેરપી પ્રિસ્ક્રાઈબ કરી રહ્યા છે. પ્લાઝમા થેરપીની સુરક્ષિતતા અને અસરકારતા ચકાસવા માટે ICMR દ્વારા એપ્રિલમાં રેન્ડમ સર્વે પણ હાથ ધરાયો હતો.ICMR દ્વારા પ્લાઝમા થેરપીની અસરકારતા અંગેના કોઈ ચોક્કસ પરિણામ હજુ સુધી જાહેર નથી કરાયા. જો કે તેના પ્રાથમિક પરિણામથી પરિચિત સૂત્રોનું માનીએ તો તેનો કોઈ ખાસ ફાયદો જોવા નથી મળ્યો.

પ્લાઝમા થેરપીથી ભલે કોઈ દેખીતો ફાયદો કદાચ ના થતો હોય, પરંતુ તેનાથી કોઈ નુક્સાન પણ નથી થતું. આ જ આધાર પર ICMR દ્વારા પ્લાઝમા થેરપીની જે ભલામણ કરવામાં આવે છે. જો કે તેના બદલે તેના પર સાયન્ટિફિક સ્ટડી કરી જો તેનો કોઈ ફાયદો ના હોય તો તેની રેકમેન્ડેશન ના કરવી જોઈએ તેમ એક એક્સપર્ટે જણાવ્યું હતું.

ICMRના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, પ્લાઝમા થેરપી પર હજુ અભ્યાસ ચાલી રહ્યો છે, અને તે પૂર્ણ થયા બાદ તેના પરિણામ જાહેર કરાશે. આ અભ્યાસમાં 452 સેમ્પલનું પરિક્ષણ કરાઈ રહ્યું છે. આ અભ્યાસ છેક એપ્રિલ મહિનાથી શરુ થયો છે, પરંતુ તેનું પરિણામ હજુય બહાર ના પડાતા એક્સપર્ટ્સ પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે.