એક ઇન્ડિયન અમેરિકન ડ્રીમરે સ્થાનિક સાંસદોને આજીજી કરતા જણાવ્યું હતું કે, જો ઇમિગ્રેશન સીસ્ટમમાં કોઇ યોગ્ય કાયદાકીય સુધારો નહીં કરવામાં આવે તો અમેરિકા છોડવાનો વારો આવશે. અહીં તે ચાર વર્ષની ઉંમરથી રહે છે. જે લોકો પાસે કાયદેસરના ડોક્યુમેન્ટ્સ નથી અને તેઓ માતા-પિતા સાથે બાળક તરીકે અમેરિકામાં પ્રવેશ્યા હતા તેવા ઇમિગ્રન્ટ્સને ડ્રીમર તરીકે ઓળખવામાં આવે છે. નવેમ્બર 2020માં બાઇડેનના કેમ્પેઇન દરમિયાન ઇસ્યુ કરવામાં આવી નીતિ સંબંધિત ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા અનુસાર અમેરિકામાં અંદાજે આવા 11 મિલિયન ડ્રીમર્સ છે, જેમાં પાંચ લાખથી વધુ ભારતીયો છે.
ટેક્સાસ યુનિવર્સિટીની મૂડી કોલેજ ઓફ કમ્યુનિકેશનમાંથી તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલી 23 વર્ષીય અથુલ્ય રાજાકુમારે આ અંગે સેનેટ જ્યુડિશિયરી સબકમિટી ઓન ઇમિગ્રેશન, સિટિઝનશિપ એન્ડ બોર્ડર સેફ્ટીના સભ્યોને આ અંગે જાણ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, જો આઠ મહિનામાં કોઇ ફેરફાર નહીં થાય તો તેને 20 વર્ષના પોતાના ઘર અને પરિવારની એકમાત્ર સભ્ય એવી પોતાની માતાને મજબૂરીવશ છોવી પડશે.
‘કાયદાકીય માઇગ્રેશન માટેના અવરોધો દૂર કરવા અંગેની સુનાવણી દરમિયાન સબકમિટી સમક્ષ પોતાની રજૂઆત કરતા આ ઇન્ડિયન-અમેરિકન યુવતીએ સેનેટરોને જણાવ્યું હતું કે, દર વર્ષે પાંચ હજારથી વધુ ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ આ મુશ્કેલીનો સામનો કરે છે.
તેણે જણાવ્યું હતું કે, ‘એરીન નામની એક નર્સિંગ ગ્રેજ્યુએટને ગત ઉનાળામાં મહામારી દરમિયાન પોતાની રીતે નીકળી જવાની ફરજ પડી હતી. એક ડેટા વિશ્લેષક વિદ્યાર્થીને બે મહિના પહેલા પોતાની રીતે જ નીકળવાની ફરજ પડી હતી, તે બાળકી હતી ત્યારથી તેનો પરિવાર અહીં કાયદેસર રીતે રહેતો હોવા છતાં ઉનાળાના ચાર મહિનામાં તેને નીકળવાની ફરજ પાડવામાં આવશે.’
વોશિંગ્ટન સ્ટેટની રહેવાસી અને એક મહત્વાકાંક્ષી પત્રકાર, અથુલ્યા રાજકુમારે, પોતાના ભાઈના દુ:ખદ મૃત્યુમાં યોગદાન આપનાર વર્ષોથી જટિલ ઈમિગ્રેશન પ્રક્રિયામાં ફસાયેલા તેના પરિવારના સંઘર્ષની વાતો જણાવી હતી.
આ અંગે સેનેટર એલેક્સ પેડિલ્લાએ જણાવ્યું હતું કે, જેના કારણે તમે, તમારા ભાઇ અને હજ્જારો ડ્રીમર્સ મુશ્કેલીમાં મુકાયા છો તે આ ભાંગી પડેલી સીસ્ટમને કારણે હું પણ ખૂબ જ ગુસ્સે છું. અમે કોંગ્રેસની સતત નિષ્ક્રિયતાને આ દુઃખનું કારણ બનાવી શકતા નથી એટલે અમે આજે આ સુનાવણીનું આયોજન કર્યું છે.
એલેક્સ પેડિલ્લા સેનેટ જ્યુડિશિયરી સબકમિટી ઓન ઇમિગ્રેશન, સિટિઝનશિપ એન્ડ બોર્ડર સેફ્ટીના ચેરમેન છે. તેમણે જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી નિયમિત રીતે કાયદાકીય માઇગ્રેશનના અવરોધો ઇન્ટરનેશનલ સરહદો પર પરિવારોને વિભાજિત કરે છે.
સેનેટરના જણાવ્યા મુજબ, અત્યારે 1.4 મિલિયન લોકોનો બેકલોગ છે, જેઓ રોજગાર આધારિત વિઝા મેળવવા માટે યોગ્યતા ધરાવે છે.
FWD.USના જણાવ્યા અનુસાર મુજબ, ડોક્યુમેન્ટસ વગરના ઇમિગ્રન્ટ્સનું જૂથ- જરૂરીયાતના કામદારોમાં સૌથી મોટા જૂથો પૈકીનું એક છે, જેમાં 5.2 મિલિયન આવશ્યક કામદારો છે, જેમાંથી અંદાજે એક મિલિયન ડ્રીમર્સ 2019ના અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટનો ભાગ છે, જેમણે બાળકો તરીકે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો.
અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ ‘લીગર ડ્રીમર્સ’ને પણ રાહત આપે છે, જેઓ H-1B વિઝા ધરાવતા લોકો સહિત ઘણા નોન-ઇમિગ્રન્ટ કામદારોના વિદેશમાં જન્મેલા બાળકો, જેઓ કમનસીબે જ્યારે તેઓ 21 વર્ષના થાય ત્યારે તેમનો કાયદાકીય રીતે રહેવાનો દરજ્જો ગુમાવે છે.
FWD.us એ એક દ્વિપક્ષીય રાજકીય સંસ્થા છે, જે માને છે કે અમેરિકાના પરિવારો, સમૂદાયો અને અર્થવ્યવસ્થાનો ત્યારે જ વિકાસ થાય છે જ્યારે વધુ વ્યક્તિઓ તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવામાં સક્ષમ બને છે. ઘણા લાંબા સમયથી, અમેરિકાની નુકસાનકારક ઇમિગ્રેશન અને ક્રિમિનલ જસ્ટિસ સીસ્ટમે ઘણા લોકોને અમેરિકાના સ્વપ્નમાંથી દૂર કર્યા છે.