બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન વોલેસે બુધવારે બીબીસીને જણાવ્યું હતું કે, તેઓ યુક્રેનને સ્ટાર્સટ્રીક એન્ટી-એર ક્રાફ્ટ મિસાઇલ્સ પૂરી પાડશે. બીબીસીએ વોલેસને એવું કહેતા ટાંક્યા હતા કે, ‘અમે તેમને મિસાઇલ્સ આપીશું અને તેઓ થીયેટરમાં જશે.’ ગત સપ્તાહે વોલેસે જણાવ્યું હતું કે, યુક્રેનને હથિયારો પહોંચાડવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ તેમણે જણાવ્યું હતું કે, રશિયન હુમલાથી યુક્રેનને બચાવવા માટે બ્રિટન તેને એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ્સ આપવાનું વિચારે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટેક્નોલોજી રક્ષણાત્મક શસ્ત્રોની વ્યાખ્યામાં આવે છે. વોલેસે ત્યારે સાંસદોને જણાવ્યું હતું કે, આ મહત્ત્વપૂર્ણ બાબત છે કે, યુક્રેન રશિયન હવાઈ હુમલા સામે પોતાની ઉડવાની અને તેનો સામનો કરવાની ક્ષમતા જાળવી રાખે એ જરૂરી છે.’
તેમણે ત્યારે વધુમાં જણાવ્યું હતું કે, ‘યુક્રેનવાસીઓની વિનંતીઓના જવાબમાં, સરકારે સ્ટારટ્રીક હાઇ-વેલોસિટી મેન-પોર્ટેબલ એન્ટી-એર મિસાઇલ્સને દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. અમે માનીએ છીએ કે આ સીસ્ટમ રક્ષણાત્મક શસ્ત્રોની વ્યાખ્યામાં રહેશે, પરંતુ તેમના દેશને વધુ સારી રીતે બચાવવા માટે યુક્રેનની સેનાને મંજૂરી આપશે. સરકાર તેમને યુક્રેનમાં કેવી રીતે પહોંચાડવી અને ત્યાંની સેનાને તેનો ઉપયોગ કરવા માટે તાલીમ આપી રહી છે. સ્ટારસ્ટ્રીક સિસ્ટમ થેલ્સ દ્વારા બનાવવામાં આવી છે.