અમેરિકામાં મોંઘવારી ફેબ્રુઆરી 1982 પછી સૌથી ઉંચા દરે જોવા મળી છે, જે છેલ્લા 12 મહિનામાં જાન્યુઆરીમાં વધીને 7.5 ટકાએ પહોંચી છે, તેવું સરકારી આંકડા દર્શાવે છે.
લેબર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ડિસેમ્બરની સરખામણીમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) 0.6 ટકા વધ્યો છે, જે વિશ્લેષકોની અપેક્ષા કરતાં વધુ છે અને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને અસર કરે છે.
વર્ષ 2021 દરમિયાન પૂરવઠા વ્યવસ્થા ખોરવાતા, ગ્રાહકોની માગમાં તીવ્ર વધારો અને મહત્ત્વની ચીજ-વસ્તુઓની અછત વચ્ચે કિંમતો સાત ટકા વધી છે, જે પ્રેસિડેન્ટ જો બિડેનની મંજૂરીના રેટિંગમાં ઘટાડો અને ફેડરલ રીઝર્વની નીતિમાં ઝડપી પરિવર્તનને ઉત્તેજન આપે છે. હવે સેન્ટ્રલ બેંક એવા મજબૂત સંકેત આપી રહી છે કે, તે માર્ચમાં તેની મીટિંગમાં મહામારી શરૂ થઇ ત્યારથી તે પ્રથમવાર વ્યાજના દરોમાં વધારો કરશે. જોકે, તાજેતરના ડેટાથી બેંકની નીતિમાં ફેરફાર થાય તેવી સંભાવના નથી, તે દર્શાવે છે કે, અગાઉના મહિનાની સરખામણીમાં ઘણી કેટેગરીઝમાં ઝડપથી ભાવ વધારો થયો છે. ગ્રોસરીઝ અને અન્ય ઘરની ખાદ્ય ચીજ-વસ્તુઓમાં એક ટકાનો વધારો થયો હતો, જે ડિસેમ્બરમાં 0.4 ટકાના વધારા કરતાં ઘણો વધારે હતો. 12 મહિનાના સમયગાળામાં, તે 7.4 ટકા વધ્યો હતો. વીજળીના ભાવ માસિક ધોરણે 0.9 ટકા વધ્યા હતા અને વર્ષમાં તે 27 ટકા વધ્યા હતા, જોકે, આ આંકડા ગેસોલિનના ભાવમાં માસિક ઘટાડો દર્શાવે છે.
અર્થતંત્રમાં સુધારો થતાં અને સેમિકન્ડક્ટરની અછતને કારણે નવી કારનો ઉપલબ્ધતા ઘટતા ઉપયોગ કરાયેલી કારમાં મોટો ભાવમાં વધારો જોવા મળ્યો છે, જે ગત મહિના કરતા 1.5 ટકા વધુ હતો અને ડિસેમ્બરમાં થયેલા વધારા કરતાં ઓછો હતો.