Getty Images)

અમેરિકામાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના 30 સેનેટરો અને 136 કોંગ્રેસ સભ્યોના એક સમૂહે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રને એ આદેશ પરત લેવા વિનંતી કરી છે, જે અંતર્ગતળ આગામી શૈક્ષણિક વર્ષ માટે કોલેજ કે યુનિવર્સિટી કેમ્પસમાં જઈને વર્ગો નહીં ભરનાર વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં રહેવા પર રોક લગાવી છે.

હોમલેન્ડ સુરક્ષા વિભાગના કાર્યકારી મંત્રી ચાડ વોલ્ફ અને ઈમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટના કાર્યકારી મંત્રી મેથ્યુ અલ્બેન્સે ગુરુવારે લખેલા પત્રમાં સાંસદોએ સ્ટૂડેન્ટ એક્સચેન્જ એન્ડ વિઝિટર પ્રોગ્રામમાં આઈસીઈ એક કરેલાં તાજેતરના સંશોધન પર ચિંતા વ્યક્ત કરી છે.

આઈસીઈ એ પોતાના છ જુલાઈના આદેશમાં જાહેરાત કરી કે એફ-1 અને એમ-1 વીઝા ધરાવતા જે વિદ્યાર્થી સંપૂર્ણ રીતે ઓનલાઈન વર્ગો લઈ રહ્યા છે અથવા ફક્ત ઓનલાઈન કોર્સનો અભ્યાસ કરી રહ્યા છે તો તેમને અમેરિકામાં રહેવાની મંજૂરી અપાશે નહીં. અમેરિકી સેનેટરોએ કહ્યું કે, અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહેલા અને સંપૂર્ણ રીતે ઓનલાઈન વર્ગો લઈ રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના દેશ મોકલવાની આઈસીઈની જાહેરાત ક્રૂર અને અવિવેકપૂર્ણ છે.

તેમણે પત્રમાં એમ પણ ઉલ્લેખ કર્યો છે કે, આ વિદ્યાર્થીઓ પહેલાંથી જ અમેરિકામાંછે અને શૈક્ષણિક સમુદાયોના સ્થાપિત સભ્ય છે. એ વીઝા તપાસ પ્રક્રિયાથી પસાર થઈને આવ્યા છે, હવે તેમનાથી અમેરિકાને કોઈ ખતરો નથી. અત્રે ઉલ્લેખનીય છેકે, અમેરિકામાં શૈક્ષણિક વર્ષ 2018-19માં દસ લાખથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હતા.

આ પત્ર થકી વિનંતી માટેનું નેતૃત્વ અમેરિકી કોંગ્રેસના અધ્યક્ષ લિંડા સેંચેજ, ઉચ્ચ શિક્ષણ અને કાર્યબળ ઉપસમિતિના અધ્યક્ષ સુસાન ડેવિસ, હાઉસ જ્યુડિશિયરી કમિટીના અધ્યક્ષ જેરોલ્ડ નાડલર અને ઇમિગ્રેશન અને સિટિજનશીપ સંલગ્ન ઉપસમિતિના અધ્યક્ષ જ્વોમ લોફગ્રેન દ્વારા કરવામાં આવ્યું છે.

વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી અને હાઉસ ઓફ કોંગ્રેસના સભ્યોનું કહેવું છે કે, આ નિર્ણયથી અમેરિકામાં રહીને અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ વહીવટી તંત્રને લખેલાં પત્રમાં જણાવ્યું છે કે, વહીવટી તંત્રે આ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં ગંભીર રીતે વિચારણા કરવી જોઈએ અને પછી પોતાના સંશોધનને અંતિમ સ્વરુપ આપવું જોઈએ.

કેમ કે કેટલાક વિદ્યાર્થીઓ માટે આ નિર્ણયથી અમેરિકા છોડવા મજબૂત થવું પડશે, જેના કારણે આ પ્રકારના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવવાથી વંચિત રહી શકે અથવા નિષ્ફળ રહી શકે છે. આ આદેશથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓમાં એવો મેસેજ જશે કે અમેરિકા હવે વિદેશ વિદ્યાર્થીઓનું સ્વાગત કરતો નથી.