પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારત ખાતેના અમેરિકાના મિશને 2023માં અત્યાર સુધીમાં 12 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોસેસ કર્યાં છે અને આમાંથી મુંબઈ ખાતેના અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ 4 લાખથી વધુ આવી અરજીઓ પ્રોસેસ કરી છે, જે સૌથી અરજીઓ પ્રોસેસ કરવાનો એક રેકોર્ડ છે.

સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ રેકોર્ડ બ્રેકિંગ વર્ષની ઉજવણી કરી હતી અને 2,023 અરજદારો માટે વિઝિટર વિઝાના ઈન્ટરવ્યુ માટે સ્પેશ્યલ શનિવારનું આયોજન કરીને વેઇટિંગ પીરિયડમાં ઘટાડો કર્યો છે. કોન્સ્યુલેટે યુએસ વિઝાની અભૂતપૂર્વ માંગને પહોંચી વળવા માટે આ વધારાના શનિવારે ઇન્ટરવ્યુ યોજ્યા હતા.

કોન્સલ જનરલ માઇક હેન્કીએ જણાવ્યું હતું કે “અમે આપણા બંને દેશો વચ્ચેના સ્થાયી સંબંધોને મહત્ત્વ આપીએ છીએ તથા અમેરિકા અને ભારત વચ્ચે સમૃદ્ધિ, સર્વસમાવેશિતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ખંતપૂર્વક કામગીરી કરીએ છીએ. આજનો વિશેષ શનિવાર આગામી વર્ષમાં વિઝિટર વિઝાની રાહ જોવાના સમયમાં વધુ ઘટાડો કરવાના નવીન ઉપાયનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે.”

2023માં અત્યાર સુધીમાં ભારતમાં યુએસ મિશનએ 12 લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોસેસ કર્યાં છે, જેમાંથી યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ 400,000થી અરજીઓ પ્રોસેસ કરી છે, જે એક સર્વકાલીન રેકોર્ડ છે.

વધુમાં આ ઉનાળામાં ભારતમાં યુએસ મિશનએ રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થી વિઝા જારી કર્યા છે, જેનો આંકડો આશરે 90,000 હતો. 2022-23ના શૈક્ષણિક વર્ષ દરમિયાન યુએસમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો અને તે અત્યાર સુધીની સૌથી વધુ 268,000 પર પહોંચી હતી.

LEAVE A REPLY

5 × four =