અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ગુરુવાર, 21 નવેમ્બરે આગ્રામાં તાજમહેલની મુલાકાત લીધી હતી. (ANI Video Grab)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ગુરુવાર, 21 નવેમ્બરે ગુજરાતના જામનગર ખાતેના વન્યજીવ બચાવ અને પુનર્વસન સેન્ટર વનતારાની મુલાકાત લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે અંબાણી પરિવારના આમંત્રણ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણીના આ સેન્ટરની મુલાકાત લીધી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે તેમણે અનંત અંબાણી સાથે વિશાળ વન્યજીવન સેન્ટરમાં લટાર મારી હતી અને આ વિસ્તારના કેટલાક મંદિરોની પણ મુલાકાત લીધી હતી.અગાઉ દિવસની શરૂઆતમાં, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે આગ્રામાં તાજમહેલની મુલાકાત લીધી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ (જુનિયર) ઉદયપુરમાં 21-22 નવેમ્બરે એક ઇન્ડિયન અમેરિકનના ભવ્ય લગ્નસમારંભમાં હાજરી આપવા માટે ભારતની મુલાકાતે આવ્યાં હતાં. ઇન્ડીયન -અમેરિકન યુગલના આ લગ્ન સમારંભ પહેલા ભારતીય પોલીસની સાથે અમેરિકાના પણ સિકયુરીટીઝ ગાર્ડઝ કાર્યરત થઈ ગયા હતા અને લગ્નસમારંભ જ્યાં યોજાવાનો છે તે જલ-મંદિર વિસ્તારના ખુણેખુણાની તપાસ શરૂ કરી કરી દીધી હતી. લેઈક-સીટી તરીકે ઓળખાતા આ શહેરનાં વિશાળ સરોવર લેઇક-પીછોલા સ્થિત પેલેસમાં લગ્ન-સમારંભ યોજાવાનો છે. નવેમ્બરની ૨૧મી તારીખે ત્યાં લગ્ન વિધિ થશે. પછી નવેમ્બરની ૨૨મીએ સીટી પેલેસના માણેક-ચોકમાં લગ્ન સંબંધી ઉત્સવનું આયોજન કરાયું છે.

સમગ્ર ઉદયપુર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરાયો હતો. એરપોર્ટથી લેઇક પીછોલા સુધીના માર્ગ ઉપર થોડા થોડા અંતરે સશસ્ત્ર પોલીસને સલામતીની જવાબદારી સોંપાઈ ગઈ હતી.

LEAVE A REPLY