અમેરિકાએ ભારતના કેટલાક ચોક્કસ બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ અને કોર્પોરેટ અગ્રણીઓના વિઝા રદ્ કર્યા હતા. આ લોકો અમેરિકામાં ફેન્ટાનિલ ડ્રગ્સ ઘૂસાડતા હોવાના દાવા સાથે નવી દિલ્હીમાં યુએસ એમ્બેસી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. યુએસ એમ્બેસીએ ફેન્ટાનિલની દાણચોરીમાં સામેલ આ એક્ઝિક્યુટિવ્સની ઓળખ જાહેર કરી નથી. આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી થઈ નથી. યુએસ ચાર્જ ડી અફેર્સ જોર્ગન એન્ડ્રૂસે જણાવ્યુ હતું કે, યુએસમાં ફેન્ટાનિલ ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદન અને દાણચોરીમાં સંડોવાયેલી વ્યક્તિઓ તથા સંસ્થાઓએ પરિણામ ભોગવવા પડશે. એમ્બેસીની સત્તાવાર યાદી મુજબ, અમેરિકાના લોકોને જોખમ સિન્થેટિક નાર્કોટિકથી બચાવવા માટે ટ્રમ્પ સરકારે હાથ ધરેલા પ્રયાસો અંતર્ગત આ કાર્યવાહી થઈ છે. જેમાં કેટલાક ચોક્કસ બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ અને કોર્પોરેટ અગ્રણીઓને ફેન્ટાનિલ ડ્રગ્સની સામગ્રી ઘૂસાડતા રોકવા વિઝા રદ્દ કર્યા હતા.

LEAVE A REPLY