અમેરિકનો તણાવગ્રસ્ત, હતાશ અને નાખુશ છે. 2023માં ખાદ્યપદાર્થોની વધતી કિંમતોએ 75% થી વધુ અમેરિકનોમાં ઉચ્ચ તણાવ સ્તરમાં ફાળો આપ્યો હતો, આમ છતાં અમેરિકન નાગરિકો માટે ખુશીનું પરિબળ પણ તેઓ ક્યાં રહે છે તેના પર નિર્ભર કરે છે. વોલેટહટ દ્વારા નવા અભ્યાસમાં 30 મુખ્ય મેટ્રિક્સમાં 50 રાજ્યોનું વિશ્લેષણ કરાયું હતું, જેમાં ડીપ્રેશન રેટ, આવક વૃદ્ધિ અને બેરોજગારીના દર સુધી ઉત્પાદકતા અનુભવતા પુખ્ત વયના લોકોનો હિસ્સો સામેલ છે.
હાર્વર્ડ ફેકલ્ટી ઓફ આર્ટસ એન્ડ સાયન્સના સાયકોલોજી પ્રોફેસર અને અભ્યાસના લેખક એલેન લેંગરે જણાવ્યું હતું કે, ‘આપણે જેટલા વધુ સચેત રહીશું, તેટલો ઓછા તણાવ અનુભવીશું અને તેટલા વધુ ખુશ રહીશું.’

યુનાઇટેડ સ્ટેટ્સના સૌથી ખુશ રાજ્યો રેન્કિંગ

શ્રેષ્ઠ કાર્ય અને સામુદાયિક વાતાવરણ સાથે કુલ 69.79 સ્કોર સાથે ઉટાહ ખુશ રાજ્યોના રેન્કિંગમાં ટોચ પર છે. હવાઈએ 66.42 પોઈન્ટ મેળવીને ઈમોશનલ અને ફિઝિકલ વેલ-બીઈંગ સ્પેસમાં નંબર અને ટોપ રેન્કિંગ મેળવ્યું છે. આ યાદીમાં મેરીલેન્ડ, મિનેસોટા, ન્યૂ જર્સી, કનેક્ટિકટ, કેલિફોર્નિયા, ફ્લોરિડા, ઇડાહો અને નેબ્રાસ્કા પછી ટોચના 10 સ્થાને આવે છે.

સૌથી નાખુશ સ્ટેટ્સ

જો કે સૌથી દુ:ખી રાજ્યની વાત આવે છે તો વેસ્ટ વર્જિનિયા માત્ર 35ના સ્કોર સાથે સૌથી નીચા ક્રમે છે, તે અમેરિકાનું સૌથી હતાશ રાજ્ય અને ઊંઘ દરમાં સૌથી ખરાબ સ્કોર તરીકે પણ ઉભરી આવ્યું છે. 40 થી 49 સુધીના અન્ય સૌથી ઓછા ખુશ રાજ્યોમાં સમાવેશ થાય છે – ઇન્ડિયાના, ઓક્લાહોમા, ન્યૂ મેક્સિકો, અલાસ્કા, મિસિસિપી, અલાબામા, કેન્ટુકી, અરકાન્સાસ, ટેનેસી અને લુઇસિયાના.

ડિપ્રેશનના સંદર્ભમાં સૌથી ઓછા હતાશાવાળા રાજ્યોમાં હવાઈ, ફ્લોરિડા, કેલિફોર્નિયા, મેરીલેન્ડ અને સાઉથ ડાકોટા છે. સૌથી વધુ હતાશાવાળા રાજ્યોમાં અરકાન્સાસ, ટેનેસી, વર્મોન્ટ, કેન્ટુકી અને વેસ્ટ વર્જિનિયાનો સમાવેશ થાય છે.
સૌથી વધુ અને સૌથી ઓછો આપઘાતનો દર

ન્યૂ જર્સી, ન્યૂયોર્ક, મેસેચ્યુસેટ્સ, મેરીલેન્ડ અને કનેક્ટિકટમાં આપઘાતના સૌથી ઓછા કેસ નોંધાયા છે. તો સાઉથ ડાકોટા, ન્યૂ મેક્સિકો, અલાસ્કા, મોન્ટાના અને વ્યોમિંગમાં આપઘાતના સૌથી વધુ કેસ નોંધાયા છે.

સૌથી વધુ અને સૌથી ઓછી આવક

તમે કેલિફોર્નિયા, ઓરેગોન, વોશિંગ્ટન, ઇડાહો અને એરિઝોનામાં રહેતા હોવ તો તમારી આવકમાં સૌથી વધુ વૃદ્ધિ થવાની સંભાવના છે. જ્યારે ઓક્લાહોમા, કનેક્ટિકટ, વ્યોમિંગ, નોર્થ ડાકોટા અને અલાસ્કાના રહેવાસીઓની આવકમાં સૌથી ઓછી વૃદ્ધિની સંભાવના છે.

LEAVE A REPLY