ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં રવિવારે સવારે એક ગમખ્વાર રોડ અકસ્માતની ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. દહેરાદૂન જિલ્લાના ચક્રાતા તાલુકાના બુલહાડ-બૈઇલા રોડ પર વાહન ખીણમાં ખાબકતા આ અકસ્માત થયો હતો. વ્હિકલમાં કેટલાં લોકો સવાર હતા તે અંગેની જાણકારી મળી શકી ન હતી.ઘાયલ થયેલા 4 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દહેરાદૂન જિલ્લાના મેજિસ્ટ્રેટ ડો. આર રાજેશ કુમારે જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી માટે અકસ્માત સ્થળે ટીમો મોકલવામાં આવી હતી અને બે લોકોને બચાવી લેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વ્હિકલ ઊંડી ખીણમાં ખાબક્યું હતું. બચાવ ટીમો ઘટનાસ્થળે છે અને 13 લોકોના મોતને પુષ્ટી મળી છે. મૃતકો માટે ઘટનાસ્થળે સ્પોર્ટમોર્ટમ ફેસિલિટી ઊભી કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાનને શોકસંદેશ પાઠવીને જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનો અને ઘાયલ લોકોને સહાય કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પીએમએનઆરેફમાંથી મૃતકોના સગાને બે લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોને રૂ.50,000ની સહાય કરવામાં આવશે.