Risk of stroke with Pfizer's covid booster and flu dose
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકન સુપ્રીમ કોર્ટે ગત ગુરુવારે પ્રેસિડેન્ટ જો બાઈડેનને મોટો આંચકો આપતાં બિઝનેસ હાઉસના કર્મચારીઓ માટે ફરજિયાત કોવિડ રસીકરણ અથવા ટેસ્ટનો આદેશ સ્થગિત કર્યો છે.

આ આદેશના સમયે જ, રાષ્ટ્રની સુપ્રીમ કોર્ટે ફેડરલ ભંડોળ મેળવતી સુવિધાઓ પર હેલ્થ કેર વર્કર્સ માટે ફરજિયાત રસીકરણનો આદેશ કર્યો હતો.

આ અંગે પ્રતિક્રિયા આપતા બાઈડેને જણાવ્યું હતું કે, તેઓ કોર્ટના નિર્ણયથી ‘નિરાશ’ થયા છે કે, 100 અથવા તેથી વધુ કર્મચારીઓ ધરાવતા બિઝનેસીઝને તેમના શ્રમિકોને કોવિડ-19 રસી આપવા અથવા ટેસ્ટ કરવા માટેના તેમના આદેશને કોર્ટે અટકાવ્યો છે.

બાઈડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હું એ બાબતે નિરાશ છું કે સુપ્રીમ કોર્ટે મોટા બિઝનેસીઝના કર્મચારીઓ માટે સામાન્ય અર્થમાં જીવન-બચાવની જરૂરીયાતો અટકાવવાનું પસંદ કર્યું છે, જે વિજ્ઞાન અને કાયદા બંનેમાં રીતે સરખી રીતે આધારિત છે.

પ્રેસિડેન્ટે હેલ્થ કેર વર્કર્સને રસી આપવાની જરૂરિયાત આવકારતા જણાવ્યું હતું કે, તે ફેડરલ ભંડોળ મેળવતી સુવિધાઓમાં કાર્યરત અંદાજે 10 મિલિયન લોકોને અસર કરશે અને તે ‘જીવન બચાવશે’.

અમેરિકનોને કોવિડ સામે રસી અપાવવા માટે મહિનાઓની જાહેર અપીલો પછી, જે મહામારીએ દેશમાં 845,000થી વધુ લોકોનો જીવ લીધો છે, બાઈડેને સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે તે મોટી ખાનગી કંપનીઓમાં રસીકરણ ફરજિયાત કરશે. તેમના સૂચિત નિયમો મુજબ જે કર્મચારીઓએ રસી નહીં લીધી હોય તેમણે દર સપ્તાહે નેગેટીવ ટેસ્ટના રીપોર્ટ રજૂ કરવા પડશે અને કામ કરતી વખતે માસ્ક પહેરવું પડશે.

ધ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન (OSHA) એક ફેડરલ એજન્સી છે, તેણે બિઝનેસીઝને નિયમોનું પાલન કરવા અથવા દંડની શક્યતાનો સામનો કરવા માટે 9 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે.

પરંતુ સુપ્રીમ કોર્ટના છ કન્ઝર્વેટિવ ન્યાયમૂર્તિઓએ ચૂકાદો આપ્યો હતો કે, આ ફરજિયાત નિયમ- મોટી સંખ્યામાં કર્મચારીઓના જીવનમાં અને આરોગ્યમાં નોંધપાત્ર અસર ઊભી કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘જો કે કોંગ્રેસે નિર્વિવાદપણે OSHAને વ્યવસાયિક જોખમોનું નિયમન કરવાની સત્તા આપી છે, તેણે તે એજન્સીને જાહેર આરોગ્યને વધુ વ્યાપક રીતે નિયમન કરવાની સત્તા આપી નથી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘84 મિલિયન અમેરિકનોના રસીકરણની જરૂરીયાત, ફક્ત એટલા માટે પસંદ કરવામાં આવી છે કે, કારણ કે તેઓ 100 થી વધુ કર્મચારીઓ સાથે બિઝનેસીઝ માટે કામ કરે છે, જેનો ચોક્કસથી પછીની શ્રેણીમાં સમાવેશ થાય છે.’

ત્રણ લીબરલ ન્યાયમૂર્તિઓએ અસંમતિ દર્શાવીને ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, ‘કોવિડ-19થી આપણા દેશના કર્મચારીઓ માટે ખતરો છે, જે તેનો સામનો કરવાની ફેડરલ સરકારની ક્ષમતાને અટકાવે છે.’