ભારતે કોરોનાની બે વેક્સિનને મંજૂરી આપ્યા બાદ હવે રસીકરણ માટેની તૈયારીને આખરી આપવામાં આવ્યો છે. સરકારની યોજના મુજબ વેક્સિન આપતા પહેલા વ્યકિતને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જાણ કરવામાં આવશે. વેક્સિન માટેનું રજિસ્ટ્રેશન કરાવવા માટે આધાર, ડ્રાઇવિંગ લાયન્સ, વોટર આઇડી, પાન કાર્ડ, પાસપોર્ટ, જોબ કાર્ડ, પેન્શન ડોક્યુમેન્ટ. હેલ્થ ઇન્શ્યોરન્સ સ્માર્ટ કાર્ડ પૈકી કોઇ એક દસ્તાવેજની જરૂર પડશે. રજિસ્ટ્રેશન વગર કોઇ પણ વ્યક્સિને વેક્સિન આપવામાં આવશે.

એક વખત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી વ્યકિતને વેક્સિનની તારીખ, સમય એ સ્થળની જાણ કરવામાં આવશે. રસી લીધા વગર તેની જાણ મોબાઇલ પર એસએમએસથી કરવામાં આવશે. વેક્સિનના તમામ ડોઝ પૂર્ણ થઇ ગયા પછી સર્ટિફિકેટ પણ ઇશ્યુ કરવામાં આવશે.

સરકારની કાર્યક્રમ મુજબ સૌ પ્રથમ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કરને વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને વિવિધ બિમારી ધરાવતા લોકોને વેક્સિન મળશે. આ વેક્સિન લેવી ફરજિયાત નહીં પણ મરજિયાત રહેશે. ભૂતકાળમાં જે લોકોને કોરોના થયો હતો તેમને આ વેક્સિન લેવાની સલાહ આપવામાં આવશે કારણ કે વેક્સિનથી તેમની ઇમ્યુઇન સિસ્ટમ મજબૂત થશે. કોરોના વેકિસનનો બીજો ડોઝ લીધા પછીના બે સપ્તાહ પછી શરીરમાં એન્ટીબોડીઝનું નિર્માણ થશે.