જમ્મુ અને કાશ્મીરના કટરા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળ માતા વૈષ્ણો દેવી મંદિરના પરિસરમાં આવેલા એક બિલ્ડિંગમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. (PTI Photo)

જમ્મુ અને કાશ્મીરના કટરા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળ માતા વૈષ્ણો દેવી મંદિરના પરિસરમાં આવેલા એક બિલ્ડિંગમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલ મળ્યા ન હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર થોડી કેશ રકમ અને દસ્તાવેજોનો નાશ થયો હતો.

આ આગની જ્વાળા અને ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો. મંદિરની ગુફાથી 100 મીટર દૂર આવેલા કાલિકા ભવનમાં કેશ કાઉન્ટિંગ રૂમમાં સાંજે 4.15 વાગ્યે આગ લાગી હતી. માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના CEOએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લીધો છે.

આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. મંદિરમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ ત્યાં હાજર લોકોની મદદથી 45 મિનિટ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. .