ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને 8 જૂને ડ્રોમ ડિપાર્ટમેન્ટની મુલાકા દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. Philippe Desmazes/Pool via REUTERS

ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોનને મંગળવારે જાહેરમાં એક વ્યક્તિએ તમાચો ફટકારી દીધો હતો. પ્રેસિડન્ટ લોકોને મળી રહ્યાં ત્યારે આ ઘટના બની હતી. વાયરલ થયેલા એક વિડિયોમાં દેખાય છે કે મેક્રોન લોકોનું અભિવાદન ઝીલવા રેલિંગ નજીક પહોંચે છે, ત્યારે એક વ્યક્તિ મેક્રોનને તમાચો મારે છે. જોકે મેક્રોનના સુરક્ષા દળના જવાનોએ તરત જ આ વ્યક્તિને પકડી લીધો હતો અને અને મેક્રોનને દૂર સલામત સ્થળે લઇ ગયા હતા. આ મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને શખ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ આ ઘટનામાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના ફ્રાન્સના ડોમ વિસ્તારમાં મેક્રોનની મુલાકાત દરમિયાન બની હતી. અહીં મેક્રોન કોરોના પછી સામાન્ય જનજીવન કેવું રહ્યું છે તે જાણવા રેસ્ટોરાના માલિકો અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.