49 વર્ષના જમણેરી અમેરિકન રાજકારણી રિપબ્લિકન કોંગ્રેસમેન વેન ટેલરે ઇસ્લામિક સ્ટેટના ટોચના સભ્યની બ્રિટિશ વિધવા તાનિયા જોયા સાથેના અફેરની કબૂલાત કર્યા પછી ટેક્સાસમાં પોતાના ચૂંટણી માટેના તેમના અભિયાનનો અંત આણ્યો છે.

વેને તેના સંબંધો અંગે જાહેરમાં પોતાની પત્નીની માફી માંગી હતી. લગભગ નવ મહિના પહેલા આ અફેરનો અંત આવ્યો હતો. જોયાનો ઉછેર હેરો, નોર્થ લંડનમાં બંગાળી માતાપિતા દ્વારા થયો હતો. જોયાએ 2003માં, જ્હોન જ્યોર્જલાસ સાથે લગ્ન કર્યા હતા. જેણે યાહ્યા અલ-બહરૂમીના નામથી ઇસ્લામ અંગીકાર કર્યો હતો. Isis માટે લડવૈયો અને પ્રચારક બનતા પહેલા તે તેણીને તેની ઇચ્છા વિરુદ્ધ સીરિયા લઈ ગયો હતો.