Sukhpal Singh Ahluwalia

બ્રિટનના પ્રથમ  એવા માઇગ્રેશન મ્યુઝિયમને અગ્રણી ભારતીય ઉદ્યોગસાહસિક સુખપાલ સિંઘ અહલુવાલિયા તરફથી £25,000નું દાન મળ્યું હતું. તેમણે યુકેના ભારતીય ડાયસ્પોરાને પણ મ્યુઝિયમને સમર્થન આપવા હાકલ કરી છે.

2020 ની શરૂઆતથી લંડનમાં લુઇશામ શોપિંગ સેન્ટરમાં આવેલ આ મ્યુઝિયમ યુકેમાં લોકોની હિલચાલથી સમગ્ર યુગમાં દેશને કેવી રીતે આકાર મળ્યો તે શોધવા માટે સમર્પિત છે. અહિ સમગ્ર વર્ષ દરમિયાન પ્રદર્શનો, ઇવેન્ટ્સ અને શૈક્ષણિક સત્રોનું આયોજન કરાય છે.

આ દાનનો ઉપયોગ મ્યુઝિયમના ખર્ચ માટે કરાશે. જે 6 એપ્રિલ 2022ના રોજ લોન્ચ થશે અને બ્રિટનને આકાર આપવામાં વસાહતી સાહસિકોએ ભજવેલી ભૂમિકાને પ્રકાશિત કરાશે.

યુકે પ્રોપર્ટી ડેવલપર ડોમિન્વસ ગ્રૂપના સુખપાલ સિંહ આહલુવાલિયા લંડન સ્થિત અગ્રણી ભારતીય ઉદ્યોગસાહસિક છે. યુગાન્ડામાં ઈદી અમીનના ક્રૂર શાસનમાંથી તેમના પરિવારને ભાગી જવાની ફરજ પડતા તેઓ 1972માં શરણાર્થી તરીકે યુકે આવ્યા હતા. તેમણે યુરોપના સૌથી મોટા કાર પાર્ટ્સ વિતરક યુરો કાર પાર્ટ્સની સ્થાપના પણ કરી હતી. અહલુવાલિયા હાલ ભારત પરત ફરવાની તૈયારીમાં છે. તેમને મ્યુઝિયમના પેટ્રન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સુખપાલ સિંહ આહલુવાલિયાએ કહ્યું: “માઇગ્રેશન મ્યુઝિયમ અને ટીમ યુકેમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બ્રિટનનો સ્થળાંતર ઇતિહાસ આપણી રાષ્ટ્રીય વાર્તાના કેન્દ્રમાં છે અને આ વાર્તાને હકારાત્મક રીતે કહેવા માટે મ્યુઝિયમ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે.

માઈગ્રેશન મ્યુઝિયમના ડાયરેક્ટર સોફી હેન્ડરસને કહ્યું હતું કે “અમે સુખપાલના ઉદાર દાન માટે આભારી છીએ. તેમનું દાન અમારા ભાવિ પ્રદર્શનો, ઈવેન્ટ્સ અને શિક્ષણ કાર્ય અને કાયમી સીમાચિહ્ન મ્યુઝિયમ બનાવવાના અમારા ચાલુ પ્રયત્નોને સમર્થન આપશે.’’