ગુજરાતના પ્રવાસન પ્રધાન મુળુભાઇ બેરાએ તાજેતરમાં વિધાનસભામાં જણાવ્યું હતું કે, સોમનાથથી દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોને પ્રવાસન અને યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. બરડો ડુંગર સર્કિટમાં પોરબંદર જિલ્લાની જાબુંવનની ગુફા, મોકરસાગર જળાશય તેમજ જામનગર જિલ્લાના ફૂલનાથ મહાદેવને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના સિદસર તાલુકામાં સ્થિત ઉમિયા માતાજીના મંદિરનો પણ યાત્રાધામ તરીકે વિકાસ થઇ રહ્યો છે. ભવિષ્યમાં બરડા ડુંગર સર્કિટમાં વન્ય પ્રાણીઓને નિહાળી શકાય તે માટે ઓપન જંગલ સફારી તેમજ મૂળ દ્વારકાને પણ યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવા અંગેનું આયોજન કરાશે.

LEAVE A REPLY

3 × one =