ગુજરાના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જામનગરની જી. જી. હોસ્પિટલના વિસ્તરણ સંદર્ભ જણાવ્યું છે કે, જી. જી. હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. આ નવી હોસ્પિટલ જામનગર સહિત પડોશી જિલ્લાના નાગરીકોની સુખાકારીમાં વધારો કરશે. કુલ ૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે. નવી હોસ્પિટલમાં ઓ.પી.ડી, આઇ.પી.ડી, રસીકરણ, ઇમરજન્સી સારવાર, આઇ.સી.યુ, ઓપરેશન, નિદાન, ડી.ઇ.આઇ.આર.સી. (ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર), એન.આર.સી.(ન્યુટ્રીશનલ રીહેબીલીટેશન સેન્ટર), સ્પેશ્યલ વેલ બેબી કલીનીક, એડોલસંટ કલીનીક, વગેરે જેવી સારવાર મળશે. હોસ્પિટલ પરિસરમાં વર્ષોજૂના બાંધકામ તોડીને નવી હોસ્પિટલ તૈયાર કરવાની પ્રક્રિયા આરંભવામાં આવી છે‌. હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૨૧૪૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

seven + 13 =